Rajkot News: પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી, ગરીબોનું અનાજ લેતા અમીરો ભરાયા !
- ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે
- IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા
- તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ
Rajkot News: રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે. તેમાં 25 લાખનું ટર્ન ઓવર IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા છે. રાજકોટ (Rajkot) ગ્રામ્યમાં 82.590 લોકો સહિત 1.02.096 લોકોને પુરવઠા તંત્રની નોટિસ છે. જેમાં તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે.
ઉપલેટામાં 9124 લોકોને નોટિસ મોકલાઇ
રાજકોટ (Rajkot) જિલ્લામાં તાલુકા વાઈઝ જોઈએ તો ઉપલેટા. 9124 લોકોને નોટિસ, કોટડા સાંગાણી 5270 લોકોને નોટિસ, ગોંડલ 11.923 લોકોને નોટિસ, જેતપુર 10.847 લોકોને નોટિસ, જસદણ 9371 લોકોને નોટિસ, જામકંડોરણા 2452 લોકોને નોટિસ, ધોરાજી 6827 લોકોને નોટિસ, પડધરી 5006 લોકોને નોટિસ, રાજકોટ તાલુકા 7939 લોકોને નોટિસ, લોધિકા 2862 લોકોને નોટિસ તથા વિંછીયા 10969 લોકોને નોટિસ મોકલાઇ છે.
- રાજકોટ (Rajkot) ઝોન 1. 6321 લોકોને નોટિસ
- રાજકોટ ઝોન 2. 4378 લોકોને નોટિસ
- રાજકોટ ઝોન 3. 3748 લોકોને નોટિસ.
- રાજકોટ ઝોન 4. 5059 લોકોને નોટિસ
રેશનકાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર છે ઓનલાઈન ચેક કરો - https://ipds.gujarat.gov.in/
રાજ્યમાં ગરીબોને મફત રાશન આપવા માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. જેમાં રાજ્યના લોકોને અનાજ સહિત અનેક ચીજ વસ્તુઓ દર મહિને આપવામાં આવે છે. જે વાજબી ભાવની દુકાનોમાંથી લોકો મેળવી શકે છે. જો તમે નથી જાણતા કે તમને અનાજનો કેટલો જથ્થો મળવાપાત્ર છે તો તે તમે માત્ર ઓનલાઈન એક મિનિટમાં ચેક કરી શકો છો. ઓનલાઈન માત્ર એક લિંક દ્વારા તમે રેશનકાર્ડમાં મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવાપાત્ર છે તે જાણી શકો છો. અંત્યોદય અને NFCA BPL કાર્ડ ધરાવતાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો અલગ અલગ હોય છે. અંત્યોદય કાર્ડ ધરાવતાં રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજનો જથ્થો આપવામાં આવે છે ત્યારે NFCA BPL કાર્ડ ધરાવતાં રેશનકાર્ડ ધારકોને આ માટે પૈસા ચુકવવા પડે છે. જે સામાન્ય બજાર કિંમત કરતાં ઓછા હોય છે.
આ પણ વાંચો: Uttarkashi Ground Report: કાટમાળમાં દટાયેલા ઘરો, તૂટી પડેલા રસ્તાઓ અને ગુમ થયેલા લોકોની શોધ
Rajkot પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી
- અન્ન અને નાગરિક પુરવઠાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જે ઉપર આપેલી છે.
- તમને મળવાપાત્ર જથ્થો લખેલો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
- જેમાં તમારે રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. તમારી સામે નીચે એક ટેબલ ફોર્મેટમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તેનું એક લિસ્ટ જોવા મળશે.
- તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ કેટલા પ્રમાણમાં અને કેટલા કિલો મળશે તે બધી વિગતો તમને જોવા મળશે.
- જો તમને જથ્થો મળવા પાત્ર નથી, તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.
આ પણ વાંચો: Ahmedabad: બોપલમાં ફાયરિંગ, ગોળી વાગતા એકનું મોત થયુ અને મળી સુસાઈડ નોટ, બનાવ હત્યાનો કે આત્મહત્યા !


