Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot News: સરકારને છેતરતા ડોક્ટરોની પોલપટ્ટી ખુલી, આરોગ્ય વિભાગ થયુ સક્રિય

સરકારી ડોક્ટરની ખાનગી પ્રેક્ટિસનો મામલો સામે આવ્યો છે જેમાં ગુજરાત ફર્સ્ટની ખબરની ફરી એક વખત ધારદાર અસર થઇ
rajkot news  સરકારને છેતરતા ડોક્ટરોની પોલપટ્ટી ખુલી  આરોગ્ય વિભાગ થયુ સક્રિય
Advertisement
  • ગુજરાત ફર્સ્ટની ખબરની ફરી એક વખત ધારદાર અસર થઇ છે
  • ડોક્ટરની ડબલ પ્રેક્ટિસની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં નોંધ લેવાય છે
  • આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજના ડિન પાસે રિપોર્ટ માગ્યો

Rajkot News: સરકારી ડોક્ટરની ખાનગી પ્રેક્ટિસનો મામલો સામે આવ્યો છે. જેમાં ગુજરાત ફર્સ્ટની ખબરની ફરી એક વખત ધારદાર અસર થઇ છે. ડોક્ટરની ડબલ પ્રેક્ટિસની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં નોંધ લેવાય છે. આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજના ડિન પાસે રિપોર્ટ માગ્યો છે. તેમાં ખાનગી પ્રેક્ટિસ માટેની ડોક્ટરોને પરવાનગી હતી કે કેમ તે અંગે ખુલાસો પૂછ્યો છે. આજ બપોર સુધીમાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલશે.

Advertisement

રાજકોટ મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો સરકારી પગાર લે છે

રાજકોટ મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો સરકારી પગાર લે છે અને પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમા કરે છે. ત્યારે ડો.દોશીએ લખેલા પત્રથી ખળભળાટ મચી ગઈ છે. લાખો રૂપિયા સરકારી પગાર લેવાનો અને ખાનગી હોસ્પિટલમાં ફુલ ટાઇમ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યુ છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા અમુક હોસ્પિટલ વેબસાઇટ પરથી ડોક્ટરો નામ અને ફોટા પણ મળી આવ્યા છે.

Advertisement

સરકારી પગાર મેડિકલ કોલેજના ઉચ્ચ વ્યક્તિેને 50 ટકા આપી ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે

સુત્રો પાસેથી મળતી વિગત મુજબ સરકારી પગાર મેડિકલ કોલેજના ઉચ્ચ વ્યક્તિેને 50 ટકા આપી ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. ગરીબ લોકોની સારવાર માટે લાખો રૂપિયાનો પગાર મેળવતા ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં લાખોની કમાણી કરી છે. પાત્રમાં લખવામાં આવેલ લિસ્ટ મુજબ ડોક્ટરોની વાત કરીએ તો ઓથોપેડીક, રેડિયોલોજિસ્ટ, પેથોલોજી, મેડિસિન્સ અને સર્જરી વિભાગના ડોક્ટરો ખાનગી હોસ્પિલ હોવાનો ઉલ્લેખ છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવતા મુજબ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ અને સિવિલ અધિક્ષક મોનાલી માકડિયા રહેમ નજર હેઠળ કોભાંડ ચાલે છે.

રાજકોટ મેડિકલ કોલેજના ડીન ભારતીબેન પટેલની પત્રકાર પરિષદ યોજાઇ

રાજકોટ મેડિકલ કોલેજના ડીન ભારતીબેન પટેલની પત્રકાર પરિષદ યોજાઇ છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જે ડોક્ટરો નામ પાત્રમાં છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજના ડીન અને સિવિલ હોસ્પિટલ અધિક્ષકની બેઠક શરૂ થઇ છે. સમગ્ર મામલે તપાસ માટે કમિટી બનાવી તપાસ કરવામાં આવી રહી છે. અમુક ડોક્ટરો પ્રોવેટ પ્રેક્ટિસ કરી શકે છે પણ હોસ્પિટલ નિયમ અનુસાર સિવિલ હોસ્પિટલ સમય આપે છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે. બાયોમેટ્રિકથી હાજરી પૂરવામાં આવે છે. હાજરી પૂરી જતા રહેવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. હાજરીને લઈ ડીન અને અધિક્ષક દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ED Raid Bhupesh baghel: પૂર્વ મુખ્યમંત્રીના ઘરે EDનો દરોડો, ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત

Tags :
Advertisement

.

×