Rajkot: વિંછીયા ખાતે કોળી સમાજના સંમેલનને લઈને રાજકારણ થયું તેજ, AAPના ધારાસભ્ય પર મોટા આરોપ
- બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર મોટા આરોપ
- અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીના વાર
- પ્રવfણ કોળીએ ધારાસભ્ય ઉમેશ મકવાણા પર સાધ્યું નિશાન
- વિંછીયાનું સંમેલન માત્ર એક રાજકીય સ્ટન્ટ જ છેઃ પ્રવીણ કોળી
Rajkot: વિંછીયા ખાતે યોજાનાર કોળી સમાજના સંમેલન પર રાજકારણ ગરમાયું હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સંમેલનને લઈને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ પ્રતિસાદ આપ્યો છે. પ્રવીણ કોળીએ આ સંમેલને રાજકીય સ્ટંટ ગણાવ્યું અને તેના કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા છે. જેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, આ રહ્યો ખાસ રિપોર્ટ
MLA બન્યા પછી ઉમેશ મકવાણા દેખાતા જ નથીઃ પ્રવીણ કોળી
પ્રવીણ કોળી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ સંમેલનમાં બોલવાના આગેવાનો વિશેષતા, ભાવનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરના આમ આદમી પાર્ટીના નેતાઓ છે, જેમણે કોળી સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ કહ્યું કે, બોટાદના કોળી સમાજે ઉમેશ મકવાણાને ખોબલે ખોબલે મત આપ્યા છે પરંતુ તેતો દેખાતા નથી. વિંછીયા ની જેમ બોટાદમા પણ કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે.’
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ બે દિવસ કચ્છની મુલાકાતે, ભુજમાં કચ્છી ભોજનનો સ્વાદ માણશે
"ઉમેશ મકવાણાનું રાજીનામું લઈને પછી સમાજ પર રાજકારણ કરો"
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રવીણ કોળી એ પણ કહ્યું કે, વિંછીયા જેવી સ્થિતિ બોટાદમાં પણ ઉભી થઈ રહી છે, તો કોળી સમાજના હક માટે બીજું પગલું ઊઠાવવું પડે. તેમણે ઉમેશ મકવાણા પર રાજીનામું આપવાનો દબાવ કર્યો છે અને કહ્યું છે કે, રાજીનામું આપ્યા પછી જ કોળી સમાજ પર રાજકારણ કરવું. પ્રવીણ કોળી એ ખાસ કરીને આ સંમેલન અને તેનું રાજકારણ સાવધાનીથી અને સમજદારી સાથે જોઈને કોળી સમાજને ગુમરાહ ન થવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ ઘટનાઓનું ચિંતન કરીને અને સાવધાની રાખી, કોળી સમાજે ક્યારેય ભ્રામક પૉલિટિકલ રમતોમાંથી દૂર રહેવું જોઈએ.


