Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રાજકારણ ગરમાયું! AAP નો વિરોધ, BJP નેતાઓ હેલ્મેટ વિના પણ બિન્દાસ્ત!

મવડી પાસે બાપા સીતારામ ચોક નજીક પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની પણ માહિતી છે.
rajkot   રાજકારણ ગરમાયું  aap નો વિરોધ  bjp નેતાઓ હેલ્મેટ વિના પણ બિન્દાસ્ત
Advertisement
  1. Rajkot માં ફરજિયાત હેલ્મેટની કડક અમલવારી સામે જનતમાં રોષ
  2. મવડી પાસે પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ
  3. રાજકોટમાં હેલ્મેટ મામલે રાજકારણ ગરમાયું, AAP કાર્યકરોનો વિરોધ
  4. રાજકોટમાં પોલીસે BJP નાં નેતાઓને દંડ કરવાનું ટાળ્યું!
  5. BJP નાં નેતાઓ હેલ્મેટ વિના બિન્દાસ્ત ફરતા દેખાયા!

Rajkot : આજથી રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની કડક અમલવારી સામે જનતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ હેલ્મેટની ડ્રાઈવનો (Helmet Police Drive) નાગરિકો દ્વારા ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મવડી પાસે બાપા સીતારામ ચોક નજીક પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની પણ માહિતી છે. બીજી તરફ હેલ્મેટ ડ્રાઈવ સામે રાજકોટમાં રાજકારણ પણ ગરમાયું છે.

આ પણ વાંચો -Rajkot : 'હેલમેટ હટાવો' લખી માથે તપેલી પહેરી, કાકાના અનોખા વિરોધનો Video વાઇરલ!

Advertisement

Rajkot માં ફરજિયાત હેલ્મેટની કડક અમલવારી સામે જનતમાં રોષ

રાજકોટમાં (Rajkot) આજથી ફરજિયાત હેલ્મેટનાં કાયદાની કડક અમલવારી કરાવવા માટે પોલીસે શહેરમાં અલગ-અલગ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધર્યું છે. હેલ્મેટ પહેર્યા વગર આવી રહેલ લોકને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે હેલ્મેટની ફરજિયાત અમલવારી સામે જનતામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. જનતા દ્વારા પોલીસની કાર્યવાહીનો ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, મવડી પાસે બાપા સીતારામ ચોક નજીક પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની પણ માહિતી છે. પોલીસ-જનતા વચ્ચે બબાલ બાદ લોકોના ટોળા ઉમટ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે આહીર સમાજ મેદાને! રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

AAP પાર્ટીનો વિરોધ, પોલીસે BJP નાં નેતાઓને દંડ કરવાનું ટાળ્યું હોવાનો આરોપ

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. AAP કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ હેલ્મેટ તોડ્યા હતા. આથી, પોલીસે આપનાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બીજી તરફ રાજકોટમાં પોલીસે BJP નાં નેતાઓને દંડ કરવાનું ટાળ્યું હોવાનો પણ આરોપ થયો હતો. કેટલાક નાગરિકોએ આક્ષેપ લગાવી કહ્યું કે, કડક કાર્યવાહી માત્ર જનતા માટે જ હોય! દરમિયાન, BJP નાં નેતાઓ હેલ્મેટ વિના બિન્દાસ્ત ફરતા દેખાય હતા. ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) દ્વારા સવાલ પૂછવા પર ભાજપના નેતાઓ બહાનાબાજી કરતા માસૂમ થયું હતું. કેમેરો જોઈને ભાજપના નેતાઓ ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા હતા. BJP ના એક કાર્યક્રમમાં પોલીસ પહોંચી તો પણ માત્ર બંદોબસ્તમાં જોવા મળી હતી. ત્યારે સવાલ થાય છે કે પ્રજા માટે મજબૂત દંડો તો નેતાઓ માટે નરમ વલણ કેમ?

આ પણ વાંચો - Banaskantha : બનાસકાંઠામાં જળબંબાકાર! વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્થિતિનો તાગ મેળવ્યો

Tags :
Advertisement

.

×