Rajkot : પોતાનાં નિવેદનોથી અનેક વખત વિવાદમાં રહેલા રમેશ ફેફરે કરી આત્મહત્યા!
- Rajkot નાં વિવાદિત રમેશ ફેફરે કરી આત્મહત્યા
- પોતાને ભગવાનનો દસમો અવતાર માનતા હતા
- એકલતાને લીધે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ
- રમેશ ફેફરે પોતાનાં ઘરમાં જ કરી આત્મહત્યા
Rajkot : રાજકોટમાં વધુ એક આત્મહત્યાની ચોંકવનારી ઘટના સામે આવી છે. રાજકોટનાં વિવાદિત રમેશ ફેફરે (Ramesh Pfeffer) પોતાનાં ઘરે આપધાત કર્યો હોવાની ઘટના બની છે. ઘણા સમયથી એકલતા અનુભવતા રમેશ ફેફરે પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. રમેશ ફેફરે અગાઉ મીડિયા સમક્ષ પોતે ભગવાનનો દસમો અવતાર એટલે કે કલ્કિ અવતાર (Kalki Avatar) હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો - Valsad : મોડી રાત સુધી ગરબા રમવા અંગે સાંસદ ધવલ પટેલનું મહત્ત્વનું નિવેદન, કોંગ્રેસ પર પ્રહાર!
Rajkot માં પોતાને ઘરે વિવાદિત રમેશ ફેફરે ગળે ફાંસો ખાદ્યો!
રાજકોટનાં (Rajkot) કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા અને વિવાદિત રમેશ ફેફરે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. રમેશ ફેફરે પોતાનાં ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, રમેશ ફેફર છેલ્લા ઘણા સમયથી ઘરે એકલા રહેતા હતા અને એકલતાથી કંટાળીને આ પગલું ભર્યું છે.
રાજકોટના વિવાદીત રમેશ ફેફરે કરી આત્મહત્યા
પોતાને ભગવાનનો દસમો અવતાર માનતા હતા
એકલતાને લીધે આત્મહત્યા કરી હોવાનું તારણ
મીડિયા સમક્ષ ભગવાનનો અવતાર હોવાની વાત કરતા હતા
રમેશ ફેફરે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી#RajkotNews #RameshPhephar #SuicideCase #BreakingNews #GujaratNews… pic.twitter.com/RRKsfdpP5F— Gujarat First (@GujaratFirst) September 23, 2025
આ પણ વાંચો - Amreli : મોડી રાતે કાર પર થયેલા હુમલાના પ્રયાસ મામલે SP ને મળ્યા પ્રતાપ દુધાત, જાણો શું કહ્યું?
પોતાને કહ્યા હતા કલ્કિ અવતાર, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
જણાવી દઈએ કે, રાજકોટનાં મૃતક રમેશ ફેફર (Ramesh Pfeffer) અગાઉ અનેક વખત પોતાનાં નિવેદનોનાં કારણે વિવાદોમાં સપડાયા હતા. રમેશ ફેફરે મીડિયા સમક્ષ પોતે ભગવાનનાં દસમો અવતાર એટલે કે કલ્કિ અવતાર હોવાનો દાવો પણ કર્યો હતો. સાથે જ તેમણે રાજ્ય સરકાર સમક્ષ અનેક અરજી પણ કરી હતી અને પોતાની માગ પૂરી નહીં થાય તો દુકાળ આવશે તેવી વાત કરી હતી. રમેશ ફેફરે આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા થઈ છે? રમેશ ફેફરે કયાં કારણોસર આત્મહત્યા કરી છે? સહિતનાં પ્રશ્નોનો જવાબ મેળવવા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Jamnagar ની આ બે શાળાઓએ વિદ્યાર્થીઓ સાથે એવું શું કર્યું કે થઇ રહી છે ખૂબ ચર્ચા?


