Rajkot : AIIMS માં થયેલ કૌભાંડનો પર્દાફાશ, દિવ્યાંગ પુત્રને ક્લાસ-2 અધિકારી બનાવ્યો
- રાજકોટ AIIMS માં દિવ્યાંગ વ્યક્તિને ક્લાસ-2 ઓફિસર બનાવાયો
- દિવ્યાંગ વ્યક્તિને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું
- આ દિવ્યાંગ રાજકોટ AIIMS ના પૂર્વ ડાયરેક્ટ ડો. કટોચનો પુત્ર છે
Rajkot : ગુજરાતમાં ભ્રષ્ટ્રાચારને નાથવા માટે કોઈ રણીધણી ન હોય તેવા કૌભાંડો અવાર નવાર સામે આવતા જાય છે. આવું જ એક કૌભાંડ રાજકોટ AIIMS માં સામે આવ્યું છે. રાજકોટ AIIMS ના પૂર્વ ડાયરેક્ટ ડો. કટોચ (Dr. CDS Katoch) એ પોતાના દીકરાને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાવીને કલાસ-2 અધિકારી બનાવી દીધો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ સમગ્ર કાંડમાં પૂર્વ ડાયરેક્ટરનો દીકરો દિવ્યાંગ છે જેનું મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાવવામાં આવ્યું અને ક્લાસ-2 અધિકારીની પોસ્ટ આપવામાં આવી છે.
ચકચારી કૌભાંડ
રાજકોટ AIIMS માં એક દિવ્યાંગ વ્યક્તિને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરાવીને ક્લાસ-2 અધિકારીની પોસ્ટ અપાઈ છે. આ ઘટના બહાર આવતા જ ચકચાર મચી ગઈ છે. બનાવની વિગત એવી છે કે, રાજકોટ AIIMS ના પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ દીકરા ભાવેશને મેડિકલ ફિટ બતાવીને કલાસ-2 અધિકારી બનાવી દીધો છે.
Rajkot AlIMS બદનામ, કટોચે દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો ! । Gujarat First#rajkot #AIIMSRajkotScam #CorruptionExposed #MedicalScam #gujaratfirst pic.twitter.com/ZHv6kcBdTy
— Gujarat First (@GujaratFirst) August 2, 2025
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 2 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
દિવ્યાંગને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ અપાયું
રાજકોટ AIIMS ના પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ દીકરા ભાવેશ (Bhavesh) ને મેડિકલ ફિટ બતાવીને કલાસ-2 અધિકારી બનાવી દીધો છે. પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચનો દીકરો ભાવેશ આંચકી (Epilepsy) ના રોગથી પીડાય છે. ભાવેશને આંચકી ઉપડતા એઈમ્સમાંથી સારવાર લીધી હોય તેવી વિગતો પણ સામે આવી છે. આ ઉપરાંત ભાવેશની બંને આંખમાં પણ તકલીફ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ AIIMS ના પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચના દીકરા ભાવેશને આટલી શારીરિક તકલીફો હોવા છતાં મેડિકલી ફિટ હોવાનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ પરંતુ આ સર્ટિફિકેટને આધારે ભાવેશને ક્લાસ-2 અધિકારી પણ બનાવી દેવાયો છે. સરાજાહેર કાયદાના લીરેલીરા ઉડાડીને આચરવામાં આવેલા આ કૌભાંડથી માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચોઃ ઘરફોડ ચોરી કરી રિક્ષામાં માલસામાન વેચવા જતાં ત્રણ પકડાયા


