Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: શહેર ભાજપમાં જૂથવાદ વકર્યો, આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ હવે કુરિયરનો વિવાદ!

Rajkot શહેર ભાજપે મારુતિ કુરિયરની કરી અવગણના? વર્ષોથી ભાજપના દરેક કુરિયર જાય છે મારુતિ કુરિયર દ્વારા ગણેશ મહોત્સવનું આમંત્રણ પવન કુરિયર દ્વારા અપાતા સવાલ Rajkot: શહેર ભાજપમાં જૂથવાદનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ હવે કુરિયરનો...
rajkot  શહેર ભાજપમાં જૂથવાદ વકર્યો  આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ હવે કુરિયરનો વિવાદ
Advertisement
  • Rajkot શહેર ભાજપે મારુતિ કુરિયરની કરી અવગણના?
  • વર્ષોથી ભાજપના દરેક કુરિયર જાય છે મારુતિ કુરિયર દ્વારા
  • ગણેશ મહોત્સવનું આમંત્રણ પવન કુરિયર દ્વારા અપાતા સવાલ

Rajkot: શહેર ભાજપમાં જૂથવાદનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ હવે કુરિયરનો વિવાદ સામે આવ્યો છે. વર્ષોથી ભાજપના દરેક કુરિયર મારુતિ કુરિયર દ્વારા જાય છે. ત્યારે રાજકોટ શહેર ભાજપે મારુતિ કુરિયરની અવગણના કરી છે. ગણેશ મહોત્સવનું આમંત્રણ પવન કુરિયર દ્વારા અપાતા સવાલ ઉભા થયા છે. મારુતિ કુરિયર સાંસદ રામભાઈ મોકરિયાની હોવાથી અવગણના થઇ છે.

મારુતિના બદલે પવન કુરિયરનો ઉપયોગ કરાતા નવી જ ચર્ચા

મારુતિના બદલે પવન કુરિયરનો ઉપયોગ કરાતા નવી જ ચર્ચા થઇ રહી છે. રાજકોટ મનપાની ચૂંટણી સમયે જ ભાજપમાં જૂથવાદથી અનેક સવાલો ઉભા થાય છે. રામભાઈ મોકરિયાની સામે ભાજપના અમુક નેતાઓ પડ્યા હોવાની ચર્ચા છે. અગાઉ મનપાના કાર્યક્રમમાં પણ રામભાઈ મોકરિયાના નામની બાદબાકી હતી. તથા વિવાદ વધતા આમંત્રણ પત્રિકામાં રામભાઈ મોકરિયાનું નામ ઉમેરાયું હતુ. આમંત્રણ પત્રિકા બાદ હવે કુરિયર કંપની બદલાતા નવો જ વિવાદ થયો છે. જેમાં રાજકોટ ભાજપમાં જૂથવાદ નથી વાતો કેટલી સત્ય ? સામે મળે તો માન અને પાછળ ધા? રાજકોટ મનપા આમંત્રણ નામ કમી કરવા મામલે ઘમાસાણ થતા નામ ઉમેરાયું હતુ. ત્યારે વર્ષો જૂની પ્રણાલીમાં રાજકોટ શહેરમાંથી ફેરફાર થયો છે.

Advertisement

Rajkot: મારુતિ કુરિયર એટલે હાલના સાંસદ રામભાઈ મોકરિયા

એક સમય ભારતભરમાં ભાજપની કોઇપણ ટપાલ કુરિયર માટે માત્ર મારુતિ કુરિયરમાં જતી હતી. ત્યારે મારુતિ કુરિયર એટલે હાલના સાંસદ રામભાઈ મોકરિયા. શહેર ભાજપ કાર્યલયમાં ગણશે મહોત્સવનું આમંત્રણ પવન કુરિયર મારફતે ગયુ હોય તેવુ સામે આવ્યુ છે. સોશિયલ મીડિયામાં ગણેશ મહોત્સવનું આમંત્રણ કુરિયરમાં પવન કુરિયર સ્ટીકર મરેલો ફોટો સામે આવ્યો છે. એક બાજુ રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં હજુ વાર હોવાની વાતો છે. બીજી બાજુ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે. ભાજપમાં જૂથવાદ કોને ફાયદો થશે. રાજકોટ લોકસભા ચૂંટણીમાં જેણે લક્ષ્મણની ભૂમિકા ભજવી રામભાઇ મોકરિયા કેમ ભાજપના અમુક નેતા સામે પડ્યા છે તેવો મોટો સવલા લોકોમાં ઉત્પન્ન થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: કોંગ્રેસના મંચ પરથી PM Modi ને અપશબ્દો કહેવાના કેસમાં ધરપકડ

Tags :
Advertisement

.

×