ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન, જાણો કોણે શું કહ્યું

બન્ને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી જેમાં જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા હાજર રહ્યા છે
01:23 PM Mar 23, 2025 IST | SANJAY
બન્ને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી જેમાં જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા હાજર રહ્યા છે

Rajkot : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન થયુ છે. જેમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાધાન કર્યું છે. તેમાં બન્ને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેમાં જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા તથા
ગોપાલ શિંગાળા, કનકસિંહ જાડેજા અને મનસુખભાઇ સખીયા, લક્ષ્મણભાઇ પટેલ હાજર રહ્યા હતા.

પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ છે. અહીંયા પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી. જયરાજ સિંહ અમારા બાપ સમાન છે. ગોંડલની સીટ પર કોઈ બહારના નજર ન નાખે અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવવી નહીં. બહારના લુખ્ખાઓ ગોંડલની સીટ પર નજર કરે નહુ. અહીંયા જેને આવવું હોય તે લડવા આવી જાય અમે અહીંયા છીએ. ત્યારે ગણેશ ગોંડલે પણ જણાવ્યું હતુ કે છેલ્લા 4, 5 દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલને જે મિરઝાપુર ગણે છે, ગોંડલના યુવાન તરીકે આવા ટપોરીઓને હું જવાબ આપુ છું ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અહીંયા સમાજના વાળા નથી.

ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી : જયરાજ સિંહ જાડેજા

જયરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે દરેક સમાજનો હું આભાર માનુ છુ. ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી. આવી બધી વાતમાં નહીં પડતા શાંતિ અને સલામતીનું આ પરિણામ છે. જ્યારે ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળી જવાબ આપીશું.

આ પણ વાંચો: Gujarat : સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો જુઓ Viral Video

 

Tags :
GaneshGondalGondalGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsPatidarRAJKOTTop Gujarati News
Next Article