Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : વધુ એક સિંગર અને લોકસાહિત્યકારનાં સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ

ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ મીરાબેને (Miraben Ahir) આક્ષેપ કર્યો છે.
rajkot   વધુ એક સિંગર અને લોકસાહિત્યકારનાં સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ
Advertisement
  1. વધુ એક સિંગર અને લોકસાહિત્યકારને Rajkot સિવિલ હોસ્પિટલમાં થયો કડવો અનુભવ!
  2. અગાઉ લોકસાહિત્યકાર હકભા ગઢવીને સિવિલ હોસ્પિટલનો થયો હતો કડવો અનુભવ
  3. સિંગર મીરાબેન આહિરે વીડિયો બનાવી ડોક્ટર, સ્ટાફ પર લગાવ્યા ગંભીર આરોપ
  4. 45 મિનિટ સુધી સિવિલ હોસ્પિટલમાં રહ્યા પરંતુ કોઈ કેસ ન લખ્યો : મીરાબેન આહીર

Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. વધુ એક સિંગર અને લોકસાહિત્યકારને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) કડવો અનુભવ થયો છે. લોકસાહિત્યકાર હકભા ગઢવી (Hakbha Gadhvi) બાદ હવે લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરે વીડિયો શેર કરીને સિવિલ તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ મીરાબેને (Miraben Ahir) આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો- Ahmedabad : AMC ની કામગીરી સામે જનતામાં આક્રોશ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું વિચિત્ર નિવેદન!

Advertisement

ભાઈને સિવિલ લઈ ગયા પણ 45 મિનિટ સુધી કોઈ કેસ ન લખ્યો : મીરાબેન આહિર

રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) તંત્ર સામે વધુ એક કલાકારે ગંભીર આક્ષેપ કર્યા છે. અગાઉ લોકસાહિત્યકાર હકભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો હતો. ત્યારે હવે લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરે વીડિયો બનાવી પોતાની સાથે થયેલ ગેરવર્તણૂક અને આપવીતી વર્ણવી છે. મીરાબેન આહિરે વીડિયો બનાવી રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે 45 મિનિટ સિવિલ હોસ્પિટલમાં રહ્યા બાદ પણ કોઈએ કેસ લખ્યો નહોતો.

Advertisement

આ પણ વાંચો- Gandhinagar : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર

'નથી દાખલ કરવો તારાથી જે થાય એ કરી લે!' તેવી ધમકી આપ્યાનો આરોપ

હોસ્પિટલનાં ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મીરાબેને કર્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 'નથી દાખલ કરવો તારાથી જે થાય એ કરી લે!' મીરાબેન આહિરે વીડિયોમાં સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે તેમનાં દ્વારા કરવામાં આવેલ આરોપોનો જવાબ માગ્યો છે અને જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો- Gandhinagar : મહિલા તબીબને 3 માસ Digital Arrest કરી, ઘર, ઘરેણા, FD વેચાવી 35 ખાતામાં રૂ. ટ્રાન્સફર કરાવ્યા!

Tags :
Advertisement

.

×