Rajkot : એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં રુ.20નો વધારો, છેલ્લા 5 દિવસમાં કુલ 80 રુપિયા વધ્યા
- સિંગતેલના ભાવમાં ફરીથી 20 રુપિયાનો વધારો ઝીંકાયો
- છેલ્લા 5 દિવસમાં સિંગતેલના ભાવમાં કુલ 80 રુપિયાનો વધારો
- તેલ વેપારમાં અનુકૂળ સંજોગો છતાં ભાવ વધારો થતા આશ્ચર્ય ફેલાયું
Rajkot : છેલ્લા 5 દિવસથી સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે. આજે સિંગતેલ (Ground Nut Oil) માં ફરીથી 20 રુપિયાનો વધારો થઈ જતાં છેલ્લા 5 દિવસમાં કુલ 80 રુપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો સિંગતેલ ઉપરાંત કપાસિયા, પામ જેવા ખાદ્યતેલ (Edible Oil) પર પણ ઝીંકાયો છે. કપાસિયા તેલમાં 20 અને પામતેલમાં 40 રુપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલમાં એક જ દિવસમાં 20 રુપિયાના વધારાથી હવે સિંગતેલનો ડબો 2430 રુપિયાને પાર થયો છે. હવે મધ્યમવર્ગને બે છેડા ભેગા કરવા વધુ કપરું થઈ પડશે.
ભાવ વધારા પાછળનું આશ્ચર્ય
આજે સિંગતેલમાં એક જ દિવસમાં સીધા 20નો વધારો થતાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે. છેલ્લા 5 દિવસથી સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે. સિંગતેલ ઉપરાંત પામ અને કપાસિયા તેલમાં પણ ભાવ વધારો થયો છે. સિંગતેલમાં 20 રુપિયાનો વધારો થતાં હવે ડબો 2430 રુપિયાને પાર થઈ ગયો છે. આ ભાવ વધારા માટે આશ્ચર્ય એટલા માટે થાય છે કે, અત્યારે માર્કેટમાં ભારે લેવાલી ન હોવા છતાં પણ ભાવ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત પામ, સોયાબીન, સૂર્યમુખી સહિતના તેલની આયાત મામલે બેઝિક ડ્યૂટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પામ, કપાસિયા અને સિંગતેલમાં ભાવ વધારો ઝીંકાતા આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Uttarakhand : કેદારનાથમાં ફરીથી હેલિકોપ્ટર થયું ક્રેશ, 7 ના મોતની આશંકા
છેલ્લા 5 દિવસમાં 80 રુપિયાનો વધારો
આજે એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસથી સિંગતેલની કિંમત સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વધારાની ગણતરી કરતા છેલ્લા 5 દિવસમાં સિંગતેલના ભાવમાં કુલ 80 રુપિયાનો વધારો થયો છે. સિંગતેલ ઉપરાંત પામતેલમાં 40 અને કપાસિયા તેલમાં 20 રુપિયાનો વધારો થયો છે. હવે મોંઘવારીનો માર વેઠતી પ્રજાની કમર પર વધુ એક ફટકો પડ્યો છે.


