Rajkot: ભાઇબીજને લઇ બહેનોને ભેટ, સિટીબસ અને BRTSમાં બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી
- Rajkot: બહેનો માટે રાજકોટ મનપાએ કર્યો મોટો નિર્ણય
- શહેરના તમામ રૂટ પર બહેનો માટે વિનામૂલ્યે રહેશે મુસાફરી
- BRTS બસમાં દરરોજ 30,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે
Rajkot: ભાઇબીજને લઇ બહેનોને ભેટ આપવામાં આવી છે. જેમાં ભાઇબીજના દિવસે સિટીબસ અને BRTSમાં બહેનો માટે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરાઇ છે. બહેનો માટે રાજકોટ મનપાએ મોટો નિર્ણય કર્યો છે. તેમજ શહેરના તમામ રૂટ પર બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી રહેશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 23 ઓક્ટોબરના ગુરૂવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર ભાઈબીજ નિમિતે બહેનો અને મહિલાઓને આ ભેટ આપવામાં આવશે.
BRTS બસમાં દરરોજ 30,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે
ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા મહિલાઓ માટે RMTS (રાજકોટ માસ ટ્રાન્સપોર્ટ સર્વિસ) એટલે કે સિટી બસ અને BRTS (બસ રેપિડ ટ્રાન્સીટ સિસ્ટમ) માં ફ્રી મુસાફરીની સુવિધા આપવામાં આવશે. જેનો લાભ મોટી સંખ્યામાં બહેનો લઈ શકશે. શહેરમાં સીટી બસ અને BRTSમાં દૈનિક 54,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં ભાઈબીજના દિવસે મુસાફરી કરનારી તમામ બહેનોને ટિકિટ લેવાની નહીં રહે. દરરોજ 54,000 મુસાફરો મુસાફરી રાજકોટમાં દરરોજ 206 સિટી બસ અને 32 બસ BRTS રૂટ પર દોડે છે. જેમાં દરરોજ 54,000 મુસાફરો મુસાફરી કરે છે. શહેરની સિટી બસમાં દરરોજ સિટી બસમાં 24,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જ્યારે BRTS બસમાં દરરોજ 30,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે.
Rajkot | રાજકોટમાં ભાઇબીજને લઇ બહેનોને ભેટ | Gujarat First
ભાઇબીજના દિવસે બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી
સિટીબસ અને BRTSમાં બહેનોને ફ્રી મુસાફરી
બહેનો માટે રાજકોટ મનપાએ કર્યો મોટો નિર્ણય
શહેરના તમામ રૂટ પર બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી#BhaiBij #Rajkot #FreeTravelForWomen… pic.twitter.com/QmYLJUSM1h— Gujarat First (@GujaratFirst) October 19, 2025
Rajkot: બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો માટે નિ:શુલ્ક રહેશે
ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો માટે નિ:શુલ્ક રહેશે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં ભાઈબીજનો તહેવાર આવે છે. ભાઈબીજ એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. ભાઈબીજ કારતક માસના બીજના દિવસે આવે છે.
ભાઈ-બીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધને સમર્પિત
ભાઈ-બીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધને સમર્પિત છે. ભાઈબીજનો તહેવાર કારતક મહિનાના બીજા દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત જ્યારે યમ તેની બહેન યમુનાને મળવા ગયા હતા. આ સાથે તેમણે વચન આપ્યું હતું કે હવેથી તે દર વર્ષે આ દિવસે આવશે. આ દિવસે, યમની બહેન યમુનાએ તેના ભાઈને તિલક લગાવ્યું અને તેના સુખી જીવનની શુભેચ્છા પાઠવી. ત્યારથી, આ દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. પૂજા પછી, બહેનો તેમના ભાઈઓને મીઠાઈ ખવડાવે છે અને ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને તેમના જીવનભર ખુશ રહેવાના આશીર્વાદ આપે છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસને મજબૂત કરવાનો અવસર છે. આ તહેવાર પર બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે.
આ પણ વાંચો: ચાલુ વાહને ફોન પર વાત કરનારા ચેતજો!, Ahmedabad માં ફોન પર વાત કરતો યુવક પટકાયો


