Rajkot : પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાનના આપઘાતથી ચકચાર, આત્મહત્યા પહેલા Video બનાવ્યો
- Rajkot પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાનનો આપઘાત
- ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી
- SRP જવાનનો આપઘાત પૂર્વેનો વીડિયો વાઇરલ થયો
- કિરણબા અને જયપાલ મારા મોતના જવાબદાર છે: એસઆરપી જવાન
Rajkot : રાજકોટમાંથી હચમચાવે એવા સમાચાર આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં (Police Commissioner's office) SRP જવાને ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. આપઘાત પૂર્વે જવાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Video) થયો છે, જેમાં પત્નીનાં પરિવારજનો માનસિક ત્રાસ આપતા હોવાનું નિવેદન આપ્યું છે. જમીન કે મિલકતમાં મારી પત્નીનો કોઈ હક નહીં તેમ SRP જવાન કહે છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Rajkot પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાનની આત્મહત્યા
રાજકોટમાં (Rajkot) પોલીસ કમિશનર કચેરીમાં એક SRP જવાન દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, એસઆરપી જવાને ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી પોતાની છાતીમાં ગોળી ધરબીને જીવ ગુમાવ્યો હતો. આત્મહત્યા પૂર્વે જવાન દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં SRP જવાન (SRP jawan) પત્નીનાં પરિવારજનો માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવે છે.
આ પણ વાંચો - Mehsana: યુરોપના સપના જોતા મહેસાણાનો પરિવાર લિબિયામાં બંધક, ખંડણીની માંગણીથી ખળભળાટ
માતા-પિતાની જમીન કે મિલકતમાં મારી પત્નીનો કોઈ હક નહીં : SRP જવાન
સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં SRP જવાન કહે છે કે, કિરણબા અને જયપાલ મોતના જવાબદાર છે. મારા માતા-પિતાની જમીન કે મિલકતમાં મારી પત્નીનો કોઈ હક નહીં. મારી પત્ની મારી સાથે રહેતી નથી. એની માતાનાં ઘરે રહે છે. મારા મોત બાદ મારી તમામ વસ્તુઓ મારા ભાઈ અને મારી બેનને મળે. પોલીસ કમિશનર કચેરીમાં ચાલુ ફરજે SRP જવાનના આપઘાતથી ઉચાટ મચી જવા પામી છે. આ મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Lokrakshak Bharti: લોકરક્ષકનું આખરી પરિણામ જાહેર, જાણો