Rajkot : રીબડાનાં અનિરૂદ્ધસિંહની મુશ્કેલીઓ ફરી વધી! સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો!
- Rajkot નાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો!
- સરેન્ડર મામલે સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે પરત ખેંચાયો હોવાનાં અહેવાલ
- સુપ્રીમ કોર્ટે આપેલો 7 દિવસનો સ્ટે પરત ખેંચાયો!
- આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં કરવું પડશે સરેન્ડર!
Rajkot : પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં (Popatlal Sorathia Case) રાજકોટ જિલ્લાના રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાના (Aniruddhasinh Jadeja) સરેન્ડરને લઈ સતત નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. ગઈકાલે મોડી સાંજે એવા સમાચાર આવ્યા હતા કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ગુજરાત હાઈકોર્ટનાં અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનાં આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપી દીધો છે. જો કે, હવે એવા અહેવાલ છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર મામલે સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે પરત ખેંચાયો છે.
આ પણ વાંચો - પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટની રાહત : સરેન્ડર પર એક સપ્તાહની રોક
મોટો ટ્વિસ્ટ અનિરુદ્ધસિંહને આજે જ કરવું પડશે સરેન્ડર ! । Gujarat First#Gujarat #AnirudhhsinhJadeja #PopatSorathiya #Surrender #BigBreaking #GujaratFirst pic.twitter.com/ShkdbgAHKG
— Gujarat First (@GujaratFirst) September 19, 2025
Rajkot રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો!
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. સરેન્ડર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે પરત ખેંચાયો છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે આપેલો 7 દિવસનો સ્ટે પરત ખેંચાયો હોવાની માહિતી સામે આવી છે. આથી, હવે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે. પોપટલાલ સોરઠિયા હત્યા કેસમાં (Popatlal Sorathia Case) સજા મોકૂફીના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે અગાઉ સરેન્ડર કરવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો - Junagadh : જુનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર?
સુપ્રીમ કોર્ટે આપેલો 7 દિવસનો સ્ટે પરત ખેંચાયો!
અગાઉ ગુજરાત હાઈકોર્ટનાં (Gujarat High Court) આદેશને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો હતો. જે હેઠળ ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાને જુનાગઢ જેલ (Junagadh Jail) ખાતે સરેન્ડર કરવાનું હતું. પરંતુ, સરેન્ડર કરતા પહેલા સુપ્રીમ કોર્ટે 7 દિવસનો સ્ટે આપ્યો હતો. ત્યારે હવે પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે (Supreme Court) સ્ટે પરત ખેંચી લેતા અનિરુદ્ધસિંહ જાડેજાને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે.
આ પણ વાંચો - Rajkot : ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની હાલત જર્જરિત બસ સ્ટેન્ડ જેવી!


