Rajkot: ખોડલધામ (કાગવડ)માં લેઉવા પાટીદાર દ્વારા શક્તિ પ્રદર્શનનો મામલો ચર્ચાનો વિષય બન્યો
- Rajkot: જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો હતો
- લેઉવા પાટીદાર અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ખોડલધામ ખાતે ઉપસ્થિત રહ્યા
- ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયુ
Rajkot: રાજકોટ ખોડલધામ (કાગવડ)માં લેઉવા પાટીદાર દ્વારા શક્તિ પ્રદર્શનનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ખોડલધામ ખાતેથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં લેઉવા પાટીદાર અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ખોડલધામ ખાતે ઉપસ્થિત રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયુ છે.
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો હતો
છેલ્લા ઘણા સમયથી જયેશ રાદડિયા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો હતો. ઇફ્કોની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણી સામે નિશાન સાધ્યું હતુ. સમાજના અગ્રણીઓને રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાને આવવા જયેશ રાદડિયાએ ટકોર કરી હતી. હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદો, મનભેદો દૂર થયાની ચર્ચા છે.
Jayesh Radadiya અને Naresh Patel એકબીજાને ભેટી પડ્યા થયું સુખદ સમાધાન । Gujarat First
કાગવડના ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર દ્વારા શક્તિ પ્રદર્શન
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ રહ્યા ખોડલધામમાં ઉપસ્થિત
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સાથે થયું સુખદ સમાધાન
જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ… pic.twitter.com/6jhpDjzlA0— Gujarat First (@GujaratFirst) December 7, 2025
જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી
રાજકોટના કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી છે. 562 રજવાડાઓને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
અગ્રણીઓએ મોટા મને ખેડૂતોની મદદ કરી
કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ સંબોધન કરતા જણાવ્યું છે કે કમસોમી વરસાદના કારણે ખેડૂતોને વળતર પેટે 10,000 કરોડ રૂપિયાની જાહેરત કરી, 2200 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ચૂકવાઈ ગયા છે, ખોડલધામ દ્વારા સમાજના અગ્રણીઓને ખેડૂતોની વહારે આવવાની અપીલ કરતા અગ્રણીઓએ મોટા મને ખેડૂતોની મદદ કરી છે.
આ પણ વાંચો: Vastu: ઘરની વિવિધ દિશાઓમાં રાખો આ વસ્તુઓ, પ્રગતિ સાથે થશે રૂપિયાનો વરસાદ


