ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : જેતપુરમાં રૂ. 500 ની 12 જેટલી નકલી નોટો સાથે ત્રણ યુવકોની ધરપકડ

રૂ. 500 ના દરની નકલી નોટ આંગડિયા પેઢીમાં ઘુસાડી દેનાર જેતપુરનાં રવિ ડોબરિયા જે આ નકલી નોટ પરત લેવા આવ્યો હતો
11:31 PM Apr 18, 2025 IST | Vipul Sen
રૂ. 500 ના દરની નકલી નોટ આંગડિયા પેઢીમાં ઘુસાડી દેનાર જેતપુરનાં રવિ ડોબરિયા જે આ નકલી નોટ પરત લેવા આવ્યો હતો
JEtpur_Gujarat_first
  1. Rajkot નાં જેતપુરમાં નકલી નોટોનાં કેસનો મામલો
  2. આંગડિયા પેઢીમાં 500 નાં દરની 12 જેટલી નકલી નોટ ઘુસાડી દેનારની ધરપકડ
  3. પૂછપરછમાં અન્ય બેનાં નામ સામે આવતા અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપડ
  4. પોલીસ તપાસમાં નકલી નોટનું મોટું રેકેટ ખુલે તેવી શક્યતા

રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુર તાલુકામાં આવેલ આર.પી. એન્ટરપ્રાઈઝ નામની (R.P. Enterprise) આંગડિયા પેઢીમાં 500 નાં દરની 12 જેટલી નકલી નોટ ઘુસાડી દેનાર જુનાગઢ (Junagadh) અને ધોરાજીનાં ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે આગળની તપાસમાં નકલી નોટનું મોટું નેટવર્ક ખુલે તેવી શક્યતા સેવાઈ છે.

મળતી વિગતો મુજબ, જેતપુરનાં એમ.જે. રોડ પર આવેલ આર.પી. એન્ટરપ્રઈઝ નામની આંગડિયા પેઢીમાં રૂ. 10 લાખનું આંગડિયું કરનાર જેતપુરનાં કણકિયા પ્લોટમાં રહેતા રવી શામજી ડોબરિયાએ 500 ના નોટનાં બંડલમાં આંગડિયામાં નકલી નોટ ઘુસાડી દીધી હતી. જે બાબતે આંગડિયાનાં સંચાલક નિકેશભાઈ ચંદનાણીએ ફોન કરીને રવિને જણાવ્યું હતું. તેમ જ આ બાબતે પોલીસને પણ જાણ કરી હતી, જેથી જેતપુર પોલીસે (Jetpur Police) આંગડિયા પેઢીની બહાર વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો - Gandhinagar: ક્રેડાઈ ઈન્ડિયાના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ, શેખર પટેલ ક્રેડાઈ ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા

નોટોનું બંડલ લેવા આવેલ શખ્સને આંગડિયા પેઢી બહાર ઝડપ્યો

દરમિયાન, રૂ. 500 ના દરની નકલી નોટ આંગડિયા પેઢીમાં ઘુસાડી દેનાર જેતપુરનાં (Jetpur) રવિ ડોબરિયા જે આ નકલી નોટ પરત લેવા આવ્યો હતો. ત્યારે જેતપુર પોલીસ મથકનાં સ્ટાફ સાથે SOG ની ટીમે તેને ઝડપી લીધો હતો. રવિ ડોબરિયાની પૂછપરછ કરતા જણાવ્યું કે, ધોરાજીનાં (Dhoraji) હિરાપરા વાડીમાં રહેતા તેના મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ દીનેશભાઈ ઠુમરે અગાઉ આ 10 લાખ રૂપિયાનું આંગડિયું કરી આવ્યો હતો અને નોટોનાં બંડલમાં અમુક બનાવટી નોટ નાખી હતી. નોટોનાં બંડલ મને કોઈને કહ્યા વગર કે બોલ્યા વગર બદલી આપવાનું કહ્યું હતું, જેથી આંગડિયા પેઢીમાં પ્રિન્સનાં કહેવાથી આંગડિયુ કર્યુ હોય જે નોટ તે બદલાવવા આવ્યો અને ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ

જુનાગઢ અને ધોરાજીનાં શખ્સનું નામ ખુલતા ધરપકડ

આ બાબતે પોલીસે ધોરાજીનાં પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઠુંમરની પણ ધરપકડ કરી હતી અને પૂછપરછમાં આ નકલી નોટ ધોરાજીનાં તેના મિત્ર મીત કિરણ અંટાળા આપી ગયો હોવાનું જણાવતા આ મામલે પોલીસે રવિ ડોબરિયા, પ્રજ્ઞેશ ઠુંમર અને મિત અંટાળાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ નકલી નોટનું મોટું રેકેટ ખુલે તેવી શક્યતા છે. નકલી નોટ મામલે જેતપુર સ્થાનિક પોલીસ સાથે રાજકોટ ગ્રામ્ય SOG એ પણ તપાસ શરૂ કરી છે.

અહેવાલ : હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો - Kutch: અન્યાય સામે લડતા કર્મચારીઓને દબાવવાનો અદાણીનો પ્રયાસ, ધરણા પર બેઠેલ કર્મચારીઓ સામે કરી કાર્યવાહી

Tags :
Angadiya firmCrime NewsDhorajiFake Currency Note CaseGUJARAT FIRST NEWSJetpurJetpur PoliceJunagadhR.P. EnterpriseRAJKOTTop Gujarati New
Next Article