Rajkot Tiranga Yatra : આવતીકાલે ભવ્ય તિરંગા યાત્રા, જાણો રૂટ સહિતની માહિતી
- રાજકોટ શહેરમાં આવતીકાલે યોજાશે તિરંગા યાત્રા (Rajkot Tiranga Yatra)
- રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાનું નિવેદન
- બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે : નયનાબેન
- બહુમાળી ભવનથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી યાત્રા : નયનાબેન
Rajkot Tiranga Yatra : રાજકોટ શહેરમાં આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ (Naynaben Pedhadiya) આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, બહુમાળી ભવનથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. તિરંગા વિતરણ કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ સાથે તેમણે અપીલ કરી કે લોકો તિરંગાનું માન જાળવે. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હાજર રહે તેવી શક્યતાઓ છે. સાથે જ સાંસદ રામભાઈ મોકરીયાને (MP Rambhai Mokariya) પણ આમંત્રણ અપાયું છે.
આ પણ વાંચો - Vadodara : મંચ પરથી ગૃહમંત્રીએ સ્વચ્છતાની જે વાત કહી, તેનું પોતે પણ પાલન કર્યું
બહુમાળી ભવનથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
રાજ્યમાં સ્વાતંત્ર્ય દિન (Indian Independence Day 2025) નિમિત્તે વિવિધ શહેર-જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત બાદ હવે આવતીકાલે રાજકોટમાં તિરંગા યાત્રાનું (Rajkot Tiranga Yatra) આયોજન કરાયું છે. આ અંગે મેયર યનાબેન પેઢડીયાએ માહિતી આપતા કહ્યું કે, આવતીકાલે શહેરનાં બહુમાળી ભવનથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ધારાસભ્યો, નેતાઓ, સંસ્થાઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે. આ યાત્રા પૂર્વે નાગરિકોને તિરંગા વિતરણનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો - ગીર સોમનાથ: પૂંજા વંશના દારૂના આરોપોને પોલીસે ગણાવ્યા ખોટા, વીડિયો પુરાવા જૂના
વિવાદ વચ્ચે સાંસદ રામભાઈ મોકરીયાને પણ Rajkot Tiranga Yatra માટે આમંત્રણ!
મેયર નયનાબેને આગળ કહ્યું કે, લોકોને અપીલ છે કે તેઓ તિરંગાનું માન-સન્માન જાળવી રાખે. એવી પણ માહિતી છે કે તિરંગા યાત્રામાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ઉપસ્થિત રહી શકે છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને પણ તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાવવા માટે આમંત્રિત કરાયા છે. જણાવી દઈએ કે, RMC ના કાર્યક્રમોમાં સાંસદ રામભાઈ મોકરીયાને બાકાત રાખવાનો વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો - CMA Result : CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષામાં સુરતીઓની બોલબાલા