Rajkot : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહકાર સંમેલનમાં ઉપસ્થિત, જયેશ રાદડિયાએ કહી આ વાત
- ધારાસભ્ય જયેશ રાદડિયાનું સૌરાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શન (Rajkot)
- રાજકોટના રેસકોર્ષ મેદાનમાં સહકાર સંમેલનનું આયોજન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહકાર સંમેલનમાં ઉપસ્થિત
- સહકાર સંમેલનમાં અમિતભાઈ શાહનું કરવામાં આવ્યું સ્વાગત
- વલ્લભભાઈ પટેલ-વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું કર્યું અનાવરણ
- અકસ્માતમાં જીવ ગુમાવનાર દૂધ ઉત્પાદકોના પરિવારજનોને સહાય
Rajkot : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) તેમનાં ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચ્યા છે. અહીં, હીરાસર એરપોર્ટ ખાતે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી બાય રોડ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રેસકોર્સ મેદાન ખાતે યોજાઈ રહેલા સહકાર મહાસંમેલનમાં પહોંચ્યા છે. સંમેલનમાં ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadiya), કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya), દિલીપ સંઘાણી, રામ મોકરિયા સહિતના નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રાજકોટ-મોરબીનાં ખેડૂતો, પશુપાલકો, સહકારી મંડળી, દૂધ મંડળીનાં સભ્યો હાજર રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot : ખોડલધામનાં મંચ પરથી ચેરમેન નરેશ પટેલનો સમાજને ખાસ સંદેશ
Rajkot સહકાર સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત
સંમેલન દરમિયાન, વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ત્યાર બાદ રેસકોર્સ મેદાન ખાતે યોજાઈ રહેલા સહકાર મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું (Amit Shah) ધારાસભ્ય જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી (Dilip Sanghani), રામ મોકરિયા (Ram Mokariya) સહિતના નેતાઓ, અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું. રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભા યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં રાજકોટ અને મોરબીનાં ખેડૂતો, પશુપાલકો સહકારી મંડળી, દૂધ મંડળીનાં સભ્યો હાજર રહ્યા છે. દરમિયાન જયેશ રાદડિયાએ કહ્યું કે, 31 માર્ચ 2025 ની સ્થિતિએ બેંકનો ચોખ્ખો નફો 125 કરોડ રહ્યો છે.
આ પણ વાંચો - ચૈતર વસાવાને જામીન મળતા જ AAP નેતા મનોજ સોરઠીયાએ કહ્યું સત્યમેવ જયતે
અકસ્માતમાં મૃત્યુ થયેલ દૂધ ઉત્પાદકોનાં પરિવારને 10 લાખની સહાય : જયેશ રાદડિયા
ધારાસભ્ય જયેશ રાદડિયાએ આગળ કહ્યું કે, નફાની રકમમાંથી 15 ટકા ડિવિડન્ડ જાહેર કરાયું છે. બેંક પાસે રૂ. 9770 કરોડની થાપણ અને કુલ ધિરાણ રૂ. 6875 કરોડ છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, 31 માર્ચ 2025 ની સ્થિતિએ બેંકનું ગ્રોસ પ્રોફિટ રૂ. 269 કરોડ નોંધાયું છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના (Kisan Credit Card Scheme) અંતર્ગત 3.63 લાખ કાર્ડ ઈશ્યૂ કરાયા છે. જયેશ રાદડિયાએ માહિતી આપતા કહ્યું કે, 12 દૂધ ઉત્પાદકોનાં અકસ્માતમાં દુ:ખદ મોત થયા હતા. તેમનાં પરિવારોને કુલ રૂ. 1.20 કરોડ ચુકવવામાં આવ્યા છે. પશુ સંવર્ધન અને સારવાર સહિતનાં કાર્યો પાછળ રૂ. 4.73 કરોડ ચુકવવામાં આવ્યા છે. 59,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - AAP MLA Chaitar Vasava ને હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન


