ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : કોંગ્રેસ નેતા લલિત વસોયાના BJP પર ગંભીર આરોપ, કહ્યું- 10 લાખ આપીને..!

મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
03:51 PM Feb 05, 2025 IST | Vipul Sen
મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
Rajkot_gujarat_first main
  1. ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ (Rajkot)
  2. ઉપલેટામાં ચૂંટણીનાં માહોલ વચ્ચે તોડ-જોડનાં લલિત વસાયોના મોટા આરોપ
  3. 10 લાખ રૂપિયા આપીને ભાજપે ઉમેદવાર ખરીદ્યાઃ વસોયા
  4. મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપનાં (BJP) 5 ઉમેદવાર બિનહરિફ થતા ભાજપ, કોંગ્રેસ દ્વારા સામસામે આક્ષેપ થઈ રહ્યા છે. ઉપલેટામાં મતદાન પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થઈ હોવાનો ગંભીર આરોપ ધોરાજીનાં પૂર્વ MLA લલિત વસાયોએ કર્યો છે. તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે MLA મહેન્દ્ર પાડલિયાએ તમામ આરોપોને ફગાવ્યા છે.

આ પણ વાંચો - Surat : GUJCTOC ના આરોપીના ઘરનું ડિમોલિશન! ગેરકાયદે ભાગ દૂર કરાયો

10 લાખ રૂપિયા આપીને ભાજપે ઉમેદવાર ખરીદ્યા : વસોયા

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા BJP નાં 5 ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. ત્યારે હવે, ભાજપ અને કોંગ્રેસ (Congress) દ્વારા સામસામે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ધોરાજીનાં પૂર્વ MLA લલિત વસોયાએ (Lalit Vasoya) ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કોંગ્રેસનાં ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે BJP દ્વારા 10 લાખ રૂપિયા આપ્યા હોવાનાં આક્ષેપ કર્યો છે. લલિય વસોયાએ આરોપ લગાવી કહ્યું કે, 10 લાખ રૂપિયા આપીને ભાજપે ઉમેદવાર ખરીદ્યા. ચૂંટણી કામગીરીમાં ભાજપ દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાએ ઉપલેટાનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર પણ પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, મહેન્દ્ર પાડલિયાએ ખનીજ માફિયા, પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો - Morbi પોલીસ ફરી વિવાદમાં! આરોપીઓએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું પરંતુ પોલીસે..!

લલિત વસોયાના આરોપ પાયાવિહોણા છે : મહેન્દ્ર પાડલિયા

બીજી તરફ મહેન્દ્ર પાડલિયાએ (Mahendra Padaliya) લલિત વસોયાના આરોપોનો જવાબ આવ્યો છે. તેમણે કહ્યું કે, લલિત વસોયાના આરોપ પાયાવિહોણા છે. કોંગ્રેસનાં ઉમેદવારને નાણા આપ્યાની વાત ખોટી. વિકાસ જોઈને જનતા ભાજપની સાથે આવે છે. તેમણે કહ્યું કે, ભાજપનાં નેતૃત્ત્વમાં નગરપાલિકાનો વિકાસ થવાનો છે. લોકોની સુખ-સુવિધાઓમાં વધારો થવાનો છે. કોંગ્રેસનાં રાજ્યમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થવાનો નથી. તેમણે કહ્યું કે, રાજ્યની જનતા ભાજપ સાથે છે. ગુજરાતભરમાં અનેક નગરપાલિકાઓમાં ભાજપનાં ઉમેદવારો બિનહરીફ થયા છે.

આ પણ વાંચો - USA થી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સની વતન વાપસી, 40 ગુજરાતીઓનો સમાવેશ; 9 તો માત્ર ગાંધીનગર જિલ્લાના

Tags :
BJPBreaking News In GujaratiCongressDhorajiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLalit VasoyaLatest News In Gujaratilocal Body electionsMahendra PadaliyaMunicipal Corporation ElectionsNews In GujaratiRAJKOTSthanik Swaraj ElectionUpleta
Next Article