Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ગરબામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચેલા VHP કાર્યકરો-ઈન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઘર્ષણનો Video વાઇરલ

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ કહ્યું કે, ધર્મનું કે આરાધના માટે અમારે ભાજપ કે ગૃહમંત્રી પાસેથી શીખવાનું છે ?
rajkot   ગરબામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચેલા vhp કાર્યકરો ઈન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઘર્ષણનો video વાઇરલ
Advertisement
  1. Rajkot માં નીલ સિટી ક્લબનાં ગરબામાં ફરી બોલાચાલી
  2. ઈન્દ્રનીલ રાજ્યગુરુ તથા વિહિપ કાર્યકરોની બબાલનો વીડિયો વાઇરલ
  3. વિધર્મીઓનું ચેકિંગ કરવા આવેલા વિહિપનાં કાર્યકરોને રોકાયા
  4. આ મારુ ગરબા આયોજન છે, નહીં આવવા દઉઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુ

Rajkot : રાજકોટનાં નીલસિટી ક્લબ ખાતે ગરબામાં વિશ્વ હિન્દૂ પરિષદનાં (VHP) કાર્યકરોનાં વિધર્મીઓને લઈને વિવાદ મામલે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajguru) તથા વિહિપ કાર્યકરોની બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વિવાદ મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ કહ્યું કે, ધર્મનું કે આરાધના માટે અમારે ભાજપ કે ગૃહમંત્રી પાસેથી શીખવાનું છે ? સનાતન ધર્મ અને માતાજીની આરાધના માટે જે શાસ્ત્રો કહે એ છે, રાસ-ગરબા પૂર્ણ થયા બાદ અમે 15 મિનિટ DJ રમાડીએ છીએ. તેમણે કહ્યું કે, વિધર્મીઓ જો આવે છે તો એ કલમા ગાવા આવે છે કે માતાજીના ગરબા ગાવા..!

આ પણ વાંચો -Ahmedabad : શહેરમાં 'I LOVE MUHAMMAD' નાં પોસ્ટરથી વિવાદ! ઈમરાન ખેડાવાલાનું નિવેદન

Advertisement

Advertisement

Rajkot માં ઈન્દ્રનીલ રાજ્યગુરુ-VHP કાર્યકરોની બબાલનો વીડિયો વાઇરલ

રાજકોટમાં નીલસિટી ક્લબ (Neel City Club in Rajkot) ખાતે વિવાદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ વાઇરલ વીડિયો વિશ્વ હિન્દૂ પરિષદનાં (VHP) કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થયેલી બોલાચાલીનો છે. ગરબા આયોજનમાં વિધર્મીઓની એન્ટ્રીને લઈ હિન્દુ સંગઠનો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે, જે હેઠળ વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યકરો નીલસિટી ક્લબમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા જતાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને રોક્યા હતા અને બોલાચાલી કરી હતી. આરોપ છે કે તેમણે વિહિપ કાર્યકરોને અપશબ્દો ભાંડયા હતા અને વિહિપના કાર્યકરોને ભાજપના માણસો ગણાવ્યા હતા.

આ પણ વાંચો -Rain Forecast in Navratri 2025 : ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, 4 દિવસ ભારે વરસાદની આગાહી

અમારે ત્યાં 150 વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો? : ઈન્દ્રનીલ રાજ્યગુરુ

વાઇરલ વીડિયો મુજબ, વિહિપનાં કાર્યકરોને રોકી ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે, આ મારું ગરબા આયોજન છે, નહીં આવવા દઉ. તેમણે કહ્યું હતું કે, ધર્મનું કે આરાધના માટે અમારે BJP કે ગૃહમંત્રી પાસેથી શીખવાનું છે ? સનાતન ધર્મ અને માતાજીની આરાધના માટે જે શાસ્ત્રો કહે છે એ છે. અમારે ત્યાં માતાજીનાં ગરબા ગવાય છે, રાસ-ગરબા પૂર્ણ થયા બાદ અમે 15 મિનિટ DJ રમાડીએ છીએ. ઇન્દ્રનીલ રાજગુરુએ (Indranil Rajguru) કહ્યું કે, અમે હિન્દી સોંગને બદલે ગઈકાલે ઢોલ વગાડીને રમાડ્યા હતા. વિધર્મીઓ જો આવે છે તો એ કલમા ગાવા આવે છે કે માતાજીના ગરબા ગાવા. તેમણે આગળ કહ્યું કે, અમારે ત્યાં 150 વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો ?

આ પણ વાંચો - Valsad : બ્રિજ ધોવાતા 10 ગામના 15 હજાર લોકોએ કર્યું એવું કે તંત્રને આવી જશે શરમ!

Tags :
Advertisement

.

×