Rajkot : 'હેલમેટ હટાવો' લખી માથે તપેલી પહેરી, કાકાના અનોખા વિરોધનો Video વાઇરલ!
- Rajkot માં ફરજિયાત હેલમેટને લઈ અનોખો વિરોધ
- એક સિનિયર સિટીઝને માથે તપેલી પહેરી હેલમેટ કાયદાનો વિરોધ કર્યો
- તપેલી પર 'હેલમેટ હટાવો' લખીને વિરોધ દર્શાવ્યો
- શહેરમાં હેલમેટ ફરજિયાત ન હોવું જોઈએ તેવો તર્ક આપ્યો
Rajkot : જ્યાં એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને સુરક્ષા હેતુસર હેલમેટ પહેરવાની અપીલ કરવામાં આવી છે. હેલમેટ અંગે વાહનચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલમેટ પહેરવાનાં કાયદાનો અનોખી રીતે વિરોધ કરતા નજરે પડ્યા. માથે તપેલી પહેલી તેનાં પર 'હેલમેટ હટાવો' લખી વિરોધ કરતા કાકાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો - Slavery Racket : સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટમાં મોટી સફળતા! બે ગુજરાતી યુવકની દર્દનાક આપવીતી!
Rajkot માં ફરજિયાત હેલમેટનાં કાયદાનો કાકા દ્વારા અનોખો વિરોધ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot ) હેલ્મેટની ફરજિયાત અમલવારી સામે એક સિનિયર સિટીઝન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજકોટનાં બુખારીભાઈ હેલમેટની જગ્યાએ માથે તપેલી પહેરીને વાહન ચલાવતા નજરે પડ્યા. તેમના હેલમેટ પર 'હેલમેટ હટાવો' (Helmets Rules) લખેલું હતું. જ્યાં આ અંગે કાકાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'અકસ્માત આપણી બેદરકારીથી થાય છે. વાહન ચલાવતા સમયે સ્ટંટ કરવા કે સીન-સપાટા કરીએ ત્યારે અકસ્માત સર્જાય છે. આપણે શાંતિથી વાહન ચલાવીએ તો અકસ્માત સર્જાય જ નહીં.'
દાદા કહે છે કે હેલ્મેટ તો નહીં જ પહેરવાનું પણ તપેલી પહેરવાની?
રાજકોટમાં ફરજિયાત હેલમેટને લઈ અનોખો વિરોધ
એક વ્યક્તિએ માથે તપેલી પહેરી કર્યો હેલ્મેટનો વિરોધ
તપેલી પર હેલ્મેટ હટાવો લખીને દર્શાવ્યો વિરોધ
શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવુ જોઈએ તેવો તર્ક#Gujarat #Rajkot #RTO… pic.twitter.com/HMfRzWGdPe— Gujarat First (@GujaratFirst) September 8, 2025
આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા છે વરસાદનું રેડ એલર્ટ
'અકસ્માત આપણી બેદરકારીથી થાય છે'
કાકાએ વધુમાં જણાવ્યું કે, સિટી વિસ્તારમાં હેલમેટ ના ચાલે. આ કાયદો હાઇવે રોડ પર પણ છે પરંતુ, હાઇવ પર પણ આ કાયદાનો અમલ થતો નથી. કાકાએ જણાવ્યું કે, મારી પાસે દંડનાં પૈસા નથી, શહેરમાં હેલમેટ ફરજિયાત ન હોવું જોઈએ તેવો તર્ક કાકાએ આપ્યો હતો. હેલમેટનાં કાયદા સામે બુખારીભાઈ કાકાનાં અનોખા વિરોધનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.


