Rajkot : ઉનાળાની શરૂઆત થતા વિવિધ વિસ્તારમાં અત્યારથી "ટેન્કર રાજ" શરૂ
- આયોજન કર્યું પણ રાજકોટ મનપા પોતાના આયોજન પર સફળ રહેશે ખરા ?
- રાજકોટ મનપામાં બેડા યુદ્ધ થશે કે પાણી આપવામાં સફળતા મળશે
- ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે
Rajkot : ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટમાં છેવાડાના વિસ્તારમાં અત્યારથી ટેન્કર રાજ ચાલુ થઈ ગયા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 24 કલાક પાણી આપવાના સપના લોકોને બતાવવામાં આવી રહ્યા છે પણ રાજકોટ શહેરમાં નર્મદાનું દરોજ 130 MLD પાણી આવે તો જ રાજકોટ શહેરને પાણી પૂરું પાડી શકે છે. ત્યારે નર્મદાનું પાણી એક એપ્રિલથી બંધ થવાની વાત છે ત્યારે શું રાજકોટ મનપા રાજકોટ વાસીઓને પાણી પૂરું પાડવામાં સફળ રહશે. જોઈએ ભાજપ કોંગ્રેસના દાવા અને આંકડાની માહિતી.
રાજકોટ શહેરને રોજ 480 MLD પાણીની જરૂરિયાત
રાજકોટ શહેરને રોજ 480 MLD પાણીની જરૂરિયાત છે. જેમાં આજી 1 ડેમ 130 MLD, ન્યારી 1 ડેમ 140 MLD તથા ભાદર ડેમ 35 MLD અને નર્મદા પાઇપ લાઇન 135 MLD ત્યારે નર્મદા પાણી બંધ થશે તો દરોજનું 135 MLD પાણી કયાંથી ઉપાડશે તે મોટો સવાલ?
આયોજન કર્યું પણ રાજકોટ મનપા પોતાના આયોજન પર સફળ રહેશે ખરા ?
રાજકોટ શહેરમાં હાલ 20 મિનિટ પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં હાલ જુદા જુદા ડેમમાંથી અને નર્મદા પાણી મળે તો જ રાજકોટ શહેરને પાણી પૂરું પાડી શકાય છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી આગામી સમયમાં બંધ થશે તેવી વાત છે. નર્મદા કેનાલ વર્ષોથી પાણી સૌરાષ્ટ્ર અને કચ્છને પૂરું પાડી રહી છે. ત્યારે રિપેરિંગ માટે બે માસ માટે શટડાઉન કરશે. રાજકોટ મહાનગર પાલિકાને એક એપ્રિલથી પાણી બંધ થવાનો પત્ર મળ્યો છે ત્યારે રાજકોટ મનપા કેવી કરી લોકોને પાણી આપશે તે મહત્વનું બની રહેશે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પાણીને લઈ મોટા આક્ષેપો પણ કર્યા છે રાજકોટ મહાનગર પાલિકા પાણી નર્મદા સિવાય કોઈ વિકલ્પ નથી.
રાજકોટ મનપામાં બેડા યુદ્ધ થશે કે પાણી આપવામાં સફળતા મળશે
મનપા રાજકોટ વાસીઓને 24 કલાક પાણી આપવાના સપના બતાવ્યા હતા. હજુ સુધી લોકોને પૂરતા પ્રમાણમાં 20 મિનિટ પાણી આપવામાં નાકામ રહ્યું છે. ત્યારે હાલ રાજકોટના છેવાડાના વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે છે ત્યારે નર્મદા પાણી બંધ થશે ત્યારે પાણી આપવા માટે મનપા તૈયારીઓની વાતો કરે છે. જોકે રાજકોટમાં નર્મદા પાણી આવતા છેલ્લા ઘણા સમયથી મનપામાં બેડા લઈને વિરોધ થયો નથી ત્યારે નર્મદા પાણી બંધ થતા મનપા પાણી પહોચાડવાની યોજના છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. જેમાં રાજકોટ મનપામાં બેડા યુદ્ધ થશે કે પાણી આપવામાં સફળતા મળશે.
આ પણ વાંચો: Ambaji : ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર


