Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : કટારિયા ચોકડી પાસે મહિલાઓનો ચક્કાજામ, તંત્રની ઉદાસીનતા સામે રોષ!

સાથે જ પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો જલદી નિકાલ કરવા માગ કરી છે.
rajkot   કટારિયા ચોકડી પાસે મહિલાઓનો ચક્કાજામ  તંત્રની ઉદાસીનતા સામે રોષ
Advertisement
  1. Rajkot માં કટારિયા ચોકડી પાસે મહિલાઓ બની રણચંડી!
  2. મહિલાઓ દ્વારા કટારીયા ચોકડી પાસે ચક્કાજામ કરાયો
  3. પાણી સહિત પ્રાથમિક સુવિધાઓને લઈને મહિલાઓનો વિરોધ
  4. ચક્કાજામ થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Rajkot : રાજકોટમાં કટારિયા ચોકડી પાસે મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનાં અભાવે પડતી મુશ્કેલીઓ મામલે અનેક રજૂઆતો છતાં છેલ્લા ઘણા સમયથી યોગ્ય નિકાલ ન આવતા આખરે મહિલાઓ રણચંડી બની તંત્ર સામે બળવો કર્યો છે. તંત્રની ઉદાસીનતા અને ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારતી મહિલાઓએ કોર્પોરેટરો અને ધારાસભ્યો ચૂંટણી બાદ દેખાતા ન હોવાનો દાવો કર્યો છે. સાથે જ પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો જલદી નિકાલ કરવા માગ કરી છે. પોલીસની સમજાવટ બાદ મહિલાઓ દ્વારા રસ્તો ખુલ્લો કરાયો છે.

આ પણ વાંચો - Gujarat Rain: વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, જાણો ક્યા થઇ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Advertisement

Rajkot માં કટારિયા ચોકડી પાસે મહિલાઓ દ્વારા ચક્કાજામ

રાજકોટનાં કટારિયા ચોકડી (Katariya Chokdi) પાસે આજે મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓ, ખાસ કરીને પાણીની અછત અને અન્ય મૌલિક સુવિધાઓની સમસ્યાઓને લઈને તીવ્ર વિરોધ નોંધાવ્યો. સ્થાનિક મહિલાઓએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો, જેના કારણે ત્યાંનો વાહન વ્યવહાર થોડા સમય માટે વિક્ષિપ્ત રહ્યો હતો. આ વિરોધમાં મહિલાઓએ "પાણી આપો, સુવિધાઓ આપો" જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને સમસ્યાઓનાં ઝડપી ઉકેલની માગ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Gujarat Rain: 4 ઓક્ટોબર સુધી હવામાન વિભાગની મેઘની આગાહી, જાણો ક્યા પડશે ધોધમાર વરસાદ

કોર્પોરેટરો અને ધારાસભ્યો ચૂંટણી બાદ દેખાતા ન હોવાનો આરોપ

મહિલાઓનો આરોપ છે કે કોર્પોરેટરો અને ધારાસભ્યો ચૂંટણી બાદ દેખાતા પણ નથી. કેટલીક મહિલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું કે, ચૂંટણી વખતે વચનો આપ્યા, પણ હવે કોઈ આવતા નથી. પાણીની અછત, ખરાબ રસ્તા, ગટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓની જરૂરિયાત પર કોઈ ધ્યાન નથી આપતું. મહિલાઓ દ્વારા ચક્કાજામ થતાં સ્થાનિક પોલીસની ટીમ (Rajkot Police) પણ ત્યાં પહોંચી હતી અને મહિલાઓને સમજાવી રસ્તો હાલ ખુલ્લો કરાયો છે.

આ પણ વાંચો - Surat : દારૂભરેલી કારને નડ્યો અકસ્માત, લોકોએ દારૂની ચલાવી રીતસરની લૂંટફાટ

Tags :
Advertisement

.

×