Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: હોસ્પિટલમાં ગબ્બર ઈઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની

Rajkot માં ગબ્બર ઈઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની છે. જેમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી
rajkot  હોસ્પિટલમાં ગબ્બર ઈઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની
Advertisement
  • Rajkot ની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી
  • મૃત વ્યક્તિની સારવાર કરવા અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી
  • વોકહાર્ટ હોસ્પિટલના તબીબે કહ્યું, જીવશે તેની કોઈ ખાતરી નહીં

Rajkot માં ગબ્બર ઈઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની છે. જેમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તેમાં મૃત વ્યક્તિની સારવાર કરવા અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં વોકહાર્ટ હોસ્પિટલના તબીબે કહ્યું, જીવશે તેની કોઈ ખાતરી નહીં. રૂપિયા મંગાતા મૃતકના પરિવારજનોએ વ્યક્તિ મૃત હોવાનો દાવો કર્યો હતો. જેમાં પરિવારમાં જાણકાર વ્યક્તિએ દાવો કરવા છતાં ન માની હોસ્પિટલ!

મૃતકના પરિવારજનો ખરાઈ કરવા સિવિલ હોસ્પિટલ લઈ ગયા

મૃતકના પરિવારજનો ખરાઈ કરવા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું, 8 કલાક પહેલા જ મૃત પામ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બહાર આવ્યું, કે 10 કલાક પહેલા મૃત પામ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રાત્રે અઢી વાગે મૃત્યુ થયાનું બહાર આવ્યુ છે. જેમાં બીજા દિવસે બપોરે 1 વાગે હોસ્પિટલે કહ્યું, સારવાર કરવી પડશે!અઢી લાખની માગણી સામે વોકહાર્ટ હોસ્પિટલે 70 હજાર તો પડાવ્યા જ! માત્ર પાટાપિંડી કરવાના હોસ્પિટલે 70 હજાર રૂપિયા પડાવ્યા છે. વોકહાર્ટ હોસ્પિટલ સામે કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માગ છે. જેમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખુલ્લેઆમ લૂંટ ચાલતી હોવાનો પરિવારનો દાવો છે.

Advertisement

Advertisement

Rajkot: અગાઉ પણ વોકહાર્ટ હોસ્પિટલ અનેક વિવાદોમાં આવી ચૂકી છે

અગાઉ પણ વોકહાર્ટ હોસ્પિટલ અનેક વિવાદોમાં આવી ચૂકી છે. તેમાં અગાઉ 7 ટાંકા લેવાના વોકહાર્ટ હોસ્પિટલે દોઢ લાખ પડાવ્યા હતા. તેમાં મેડીક્લેમના નાણા પડાવ્યાના વિવાદોમાં પણ હોસ્પિટલ આવી ચૂકી છે. ત્યારે અન્ય કોઈ દર્દીઓ ન લૂંટાય તે માટે કાર્યવાહી કરવા પરિવારની માગ છે. અગાઉ એક બાળકના હાથમાં 7 ટાંકા લેવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા બાળકના પરિવારજનોને 1.60 લાખ રૂપિયાનું બીલ ફટકારવામાં આવ્યું હતું. સમગ્ર મામલે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતુ કે, ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી.

બિલ જોઇને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 રૂપિયા

હેનિલ માકાણી નામના બાળકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હેનિલ તેના મમ્મી સાથે સ્કૂટર પર પરત ફરી રહ્યું હતું ત્યારે સ્કૂટર ત્રાસું થઇ જતાં તે નીચે પડી ગયો હતો. તેનો હાથ પતરામાં ફસાઈ જતાં તેને હાથમાં મોટો કાપો પડી ગયો હતો. જેથી નજીકમાં રહેલી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તેને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ચેક કર્યા બાદ ટાંકા લેવા પડશે તેમ જણાવવામાં આવ્યું હતું. હા પાડી હતી. તેમના દ્વારા મેડિક્લેમ અંગે પૂછવામાં આવતા હા મેડિક્લેમ છે તેમ જણાવ્યું હતું. જેથી તેમણે એડમિટ થવું પડશે તેમ કહ્યું હતું. ટાંકા લીધા બાદ તેને રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ કર્યા બાદ છેલ્લે અમને બિલ આપવામાં આવ્યું હતું. બિલ જોઇને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 રૂપિયા હોઇ શકે.

આ પણ વાંચો: Kullu Cloudburst: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટતા તબાહી

Tags :
Advertisement

.

×