Rajkumar Jat Case : રાજસ્થાન HC નાં વકીલ જયંત મુંડે સાથે Gujarat first ની ખાસ વાતચીત
- રાજકોટ જિલ્લાનાં ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર (Rajkumar Jat Case)
- રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે રાજકુમાર જાટ કેસનો મુદ્દો ઉઠાવ્યો
- જાટ અનામત રેલીમાં કહ્યું-'રાજકુમાર જાટની હત્યા બાહુબલી દ્વારા કરવામાં આવી'
- 'મારા આગામી કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં જ થશે'
- 'હત્યારાઓને તેમના ઘરમાંથી ઢસડીને જેલનાં સળિયા પાછળ ઘકેલીશું'
- રાજસ્થાન હાઈકોર્ટનાં વકીલ જયંત મુંડે સાથે Gujarat first ની ખાસ વાતચીત
Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. સાંસદ હનુમાન બેનીવાલે (MP Hanuman Beniwal) રાજસ્થાનમાં જાટ અનામત રેલીમાં UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ હત્યા કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન, તેમણે કહ્યું હતું કે, 'રાજકુમાર જાટની હત્યા બાહુબલી દ્વારા કરવામાં આવી છે. મારા આગામી કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં જ થશે અને હત્યારાઓને ઘરમાંથી ઢસડીને જેલનાં સળિયા પાછળ ધકેલીશું..'! આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રાજસ્થાન હાઈકોર્ટનાં વકીલ જયંત મુંડે સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.
આ પણ વાંચો - નિવૃત્તિ અને એક્સટેન્શનની વાતો વચ્ચે DGP Vikas Sahay એ ઘરે જતાં પહેલાં શું કહ્યું ?
રાજકુમાર જાટ મૃત્યુ કેસને લઈને સાંસદ હનુમાન બેનીવાલ આવશે ગોંડલ
ગોંડલના બાહુબલી નેતાને સાંસદ હનુમાન બેનીવાલની ધમકી
ઘરમાથી બહાર કાઢી જેલમાં ધકેલીશું: હનુમાન બેનીવાલ
“ગુજરાતમાં રેલીનું આયોજન કરીશું”@hanumanbeniwal #Rajkot #Gondal #RajkumarJatCase #HanumanBeniwal #Rajasthan… pic.twitter.com/zRFbXlJ6fl— Gujarat First (@GujaratFirst) June 30, 2025
હત્યા કરનારાઓને તેમનાં ઘરમાંથી ઢસડીને બહાર કાઢીશ.. : હનુમાન બેનીવાલ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય આશાસ્પદ યુવક રાજકુમાર જાટના (Rajkumar Jat Case) મૃત્યુ બાદ આ કેસનાં પડઘા રાજસ્થાનમાં પણ સંભળાયા છે. આ મામલે હવે રાજસ્થાનમાં (Rajasthan) સાંસદ હનુમાન બેનીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રાજસ્થાનમાં યોજાયેલ જાટ અનામત રેલીમાં આરોપ સાથે કહ્યું હતું કે, UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટની હત્યા બાહુબલી દ્વારા કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, 'મારા આગામી કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં થશે અને હત્યા કરનારાઓને તેમનાં ઘરમાંથી ઢસડીને બહાર કાઢીશ અને જેલનાં સળિયા પાછળ ધકેલીશ. આ માટે હું ટૂંક સમયમાં જ રેલીનું આયોજન કરી રહ્યો છું.'
આ પણ વાંચો - Surat : પાંડેસરામાં ધો. 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ!
વકીલ જયંત મુંડેની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
જણાવી દઈએ કે મારુસેનાના પ્રમુખ અને રાજસ્થાન હાઈકોર્ટનાં વકીલ જયંત મુંડેએ (lawyer Jayant Munde) ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, અમે 120 દિવસથી આ મામલે સતત આંદોલન કરી રહ્યા છીએ. અમે ઇન્સ્ટાગ્રામ પર 10 થી વધુ વખત #JusticeForRajkumar ટ્રેન્ડ કરીને સરકારોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છીએ અને માનવ અધિકાર પંચને પત્ર પણ લખ્યો છે. હવે, આ કેસની આગામી સુનાવણી 14 જુલાઈના રોજ થવાની છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આ કેસમાં પોલીસને નોટિસ જારી કરી છે અને કેસનો પ્રગતિ અહેવાલ અને ડાયરેક્શન માંગી છે. જ્યારે, અમારા વકીલે CCTV ફૂટેજ માંગ્યા ત્યારે માનનીય ન્યાયાલયે તે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવા કહ્યું છે.
આ પણ વાંચો - Junagadh : આ 3 કોલેજોની માન્યતા રદ કરાઈ, યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરી આપી માહિતી


