Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Mokariya : રાજકોટ BJP માં મોટું આંતરિક ઘમાસાણ! રામ મોકરિયાને હવે 'No Entry'!

જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
ram mokariya   રાજકોટ bjp માં મોટું આંતરિક ઘમાસાણ  રામ મોકરિયાને હવે  no entry
Advertisement
  1. રાજકોટ-શહેર ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર (Ram Mokariya)
  2. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઇને લેવાયો મોટો નિર્ણય
  3. RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં રામ મોકરિયાને હવે નો-એન્ટ્રી!
  4. શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમમાં મોકરિયાને આમંત્રણ ન આપવા સૂચના!

Rajkot Politics : રાજકોટ રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. RMC અને શહેર ભાજપ સંગઠનનાં (Rajkot BJP) કાર્યક્રમોમાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની (Ram Mokariya) હવે 'નો-એન્ટ્રી' નો નિર્ણય કરાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેર ભાજપ પ્રમુખને આ અંગે સૂચના આપવામાં આવી છે. જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

Advertisement

RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં રામ મોકરિયાને હવે નો-એન્ટ્રી!

રાજકોટ શહેર ભાજપમાં મોટું આંતરિક ઘમાસાણ સામે આવ્યું છે. કારણે કે એવા અહેવાલ છે કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની (Ram Mokariya) RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં 'નો-એન્ટ્રી' નો નિર્ણય લેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેર ભાજપ સંગઠનનાં (Rajkot BJP) કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાને આમંત્રણ ન આપવાની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, રામ મોકરિયા તેમનાં બેબાક નિવેદનો માટે જાણીતા છે. આથી, જાહેરમાં આ પ્રકારનાં નિવેદનો આપતા હોવાથી રામ મોકરિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર એકવાર ફરી શારીરિક શોષણનો આરોપ, વિદ્યાર્થીનીએ જાહેરમાં આવીને કહ્યું...

શું રાજકોટ ભાજપમાં તિરાડ હવે ખાઈ બની ચૂકી છે ?

જો કે, રામ મોકરિયા સામે આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ જામ્યો છે. કેટલાક રાજકીય નિષ્ણાતો આ નિર્ણયથી રાજકોટ ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે કેટલાક સવાલ કરી રહ્યા છે કે શું રાજકોટ ભાજપમાં તિરાડ હવે ખાઈ બની ચૂકી છે ? જો કે, આ મામલે રામ મોકરિયાની હાલ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ, રામ મોકરિયા આ અંગે ક્યારે અને શું નિવદેન આપશે તેને લઈને પણ ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Rajkot News: પાટીદાર દિકરીના મિલકતનો વિવાદ વકર્યો, સમાજના આગેવાનો પરિવારની લેશે મુલાકાત

Tags :
Advertisement

.

×