Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ
- 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ
- આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો
- રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ
Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ છે. 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ છે. આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો છે. રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી
અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે.
પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા
તા. 15 ઓગસ્ટ 1988 ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. આ સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી. જેની સુનાવણી ચાલતા જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એચડી સુથારે માફીના લાભ અંગે સવાલો ઉઠાવી સરકાર અને જેલ સત્તાવાળાના નિર્ણયની આકરી આલોચના કરી હતી. આ કેસની વિગત મુજબ ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988 ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Anirudhsinh Jadeja ની સજા મુક્તિ રદ કરતી હાઇકોર્ટ । Gujarat First#AnirudhsinhJadeja #gondalnews #PopatSorathiyaCase #anirudhsinhribda #rajdeepsinhribda #gujaratfirst pic.twitter.com/sNeMIqTA7I
— Gujarat First (@GujaratFirst) August 22, 2025
પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી
આ ઘટના પછી પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં તા. 10-7-1997ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. જોકે ત્યાર બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018 ના રોજ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ એડવોકેટ સુમિત સિકરવાર મારફતે અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે. આ અરજીના આધારે હાઇકોર્ટ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે.
પરિવાર પોતાની તમામ મિલ્કત વેચીને ગોંડલ છોડીને જતુ રહેવુ પડયુ
સજા માફીની પડકારતી રીત અરજીની સુનાવાણીમાં સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સરકાર અને જેલ સત્તાવાળાઓના નિર્ણયની આલોચના કરી હતી. દલીલ કરી હતી કે, 2017 માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. હાઇકોર્ટના ન્યાયધીશ એચ.ડી. સુથારે સરકારે કઈ જોગવાઈના આધારે સજા માફીનો લાભ અપાયો તેનો ખુલાસો માંગ્યો છે. સમગ્ર મામલામાં રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે. જેલ વિભાગ અધિકારીને અને સરકાર પક્ષ તરફથી સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે જાડેજાની સજા માફી રદ કરી તેની બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઈએ. તેથી અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઈએ. અરજદાર દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, હત્યા બાદ તેમના પરિવાર પોતાની તમામ મિલ્કત વેચીને ગોંડલ છોડીને જતુ રહેવુ પડયુ હતુ.


