Rajkot: રૂરલ SOG એ સોહિલહુસેન યાકુબઅલી, રોપીનહુસેનને નામના બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યાં
- સોહિલહુસેન યાકુબઅલી, રોપીનહુસેનને ઝડપી પાડ્યા
- કોઇપણ આધાર પુરાવા વગર જ ભારતમાં રહેતા હતા
- રંગપર નજીક મારૂતિ સોસાયટીમાં રહેતા હતા ઘૂસણખોરો
Rajkot: રાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે રૂરલ SOG દ્વારા બે બાંગ્લાદેશી ઘુસણખોરને પડકી પાડવામાં આવ્યાં છે. સોહિલહુસેન ચાકુબઅબી અને રીપોનહુસેન અમીરૂલઇસ્લામ નામના બે બાંગ્લાદેશી શખ્સોને પકડી પાડવામાં આવ્યાં છે. અત્યારે એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: પાટડી શહેરમાં એક શિક્ષકે મોડી રાત્રે ટ્રેન નીચે આવી જીવ ટુંકાવ્યો, સૂત્રોએ જણાવ્યું આપઘાતનું કારણ
રંગપરના પાટીયા નજીક આવેલ મારૂતિ સોસાયટીમાં રહેતા હતા ઘુસણખોરો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બંને બાંગ્લાદેશી ઘુસણખોર શખ્સો કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર જ ભારતમાં રહેતાં હતાં. આ વાત એસઓજી પોલીસની ધ્યાને આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે. રંગપરના પાટીયા નજીક આવેલી મારૂતિ સોસાયટીના બ્લોક નંબર ૩ માં રહેતા હતા. અત્યારે રાજકોટ રૂરલ SOG એ આ બન્ને બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, આ ઘુસણખોરો સામે કેવા પડલા ભરવામાં આવે છે.
આ પણ વાંચો: Bharuch: રેસ્ટોરન્ટ સંચાલકોનો અનોખો કિમીયો એટલે ગેસ રિફિલિંગ કૌભાંડ, વાંચો આ અહેવાલ
ક્યાં રસ્તેથી આ બે ઘુસણખોરો ભારતમાં આવ્યાં?
સૌથી મહત્વની વાતએ છે કે, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર આ લોકો ભારતમાં આવ્યાં કઈ રીતે? આ લોકો કયા રસ્તેથી ભારતમાં આવ્યાં? કોણે તેમને મદદ કરી? આ દરેક બાબતે તપાસ થવી જ જોઈએ અને કાર્યવાહી પણ થવી જોઈએ. જો આવી રીતે ઘુસણખોરીઓ થઈ રહીં છે તો તે દેશ માટે ચિંતાનો વિષય છે. આટલી બધી સુરક્ષા હોવા છતાં પણ જો ઘુસણખોરી થતી હોય તો અનેક પ્રકારના સવાલો ઊભા થઈ શકે છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


