કળયુગમાં મિત્ર માટે આવો પ્રેમ? શ્રી કૃષ્ણ–સુદામાની યાદ તાજા કરાવી દેશ આ મિત્રતા
- શ્રી કૃષ્ણ–સુદામાની મિત્રતા (Friendship) ની યાદ તાજી કરવાતા ચંદુભાઈ
- મિત્રના મૃત્યુ બાદ બનાવી દીધી તેની મૂર્તિ
- સ્મશાનમાં જીવંત મિત્રતાનું પ્રતિક
- મિત્ર માટે જન્મદિવસ અને ફ્રેન્ડશિપ ડેની અનોખી ઉજવણી કરે છે ચંદુભાઈ
True Friendship Story : તમે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા તમે ટેલિવિઝનના માધ્યમથી જરૂર જોઇ જ હશે. અથવા તેના વિશે જરૂર વાંચ્યું જ હશે. તે સમય દ્વાપર યુગનો હતો પણ શું આવી મિત્રતા (Friendship) આજના સમય એટલે કે કળયુગમાં જોવા મળી શકે ખરા ? તો જવાબ છે હા! મિત્રતા શું છે તેનો સાચો અર્થ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુરમાં તમને જોવા મળી જશે. જ્યા ચંદુભાઈ મકવાણા પોતાના અવસાન પામેલા જીગરજાન મિત્ર અપ્પુ જોગરણાને આજે પણ તેમની મૂર્તિ બનાવીને જીવંત રાખી રહ્યા છે. તેમણે તેમના મિત્રની મૂર્તિ બનાવીને અને તેની પૂજા કરીને મિત્રતાનો એક નવો અધ્યાય લખી નાખ્યો છે.
Friendship ની અનોખી મિસાલ
એવું કહેવાય છે કે, સાચો મિત્ર જીવનમાં ઢાલ સમાન હોય છે, જે દરેક સુખ-દુખમાં સાથ આપે છે. ઇતિહાસમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતા સદીઓથી યાદ કરવામાં આવે છે. જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રની પરંપરામાં મિત્રતાને સર્વોચ્ચ સંબંધ માનવામાં આવે છે. ઘણી વખત ભાઈ કરતાં પણ વધારે સાથ અને સહારો મિત્રો દ્વારા મળે છે. આવી જ એક અનોખી મિત્રતા (Unique friendship) ની કહાની છે રાજકોટ જિલ્લાના જેતપુરની છે. જ્યાં મિત્રતાની મિસાલ તરીકે ચંદુભાઈ મકવાણા અને તેમના પરમ મિત્ર અપ્પુ જોગરાણાનું નામ લેવામાં આવે છે. ચંદુભાઈ મકવાણા બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને મૂળ ભાવનગરના રહેવાસી છે. તેમના બાળપણના મિત્ર અપ્પુ જોગરાણા સાથેનો સંબંધ એટલો મજબૂત હતો કે બંનેને એકબીજાના વિના અધૂરા માનવામાં આવતા. જીગરજાન મિત્રો એકબીજાને માટે જાન આપવાની તૈયારી રાખતા. પરંતુ એક અકસ્માતમાં અપ્પુભાઈએ દુર્ભાગ્યે જીવ ગુમાવ્યો. ચંદુભાઈ તેમના મિત્રને મળવા દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં અપ્પુએ દુનિયા છોડી દીધી હતી.
સ્મશાનમાં દેવી–દેવતાઓની મૂર્તિઓ વચ્ચે એક મૂર્તિ ખાસ
જણાવી દઇએ કે, જેતપુરના સ્મશાનમાં અનેક દેવી–દેવતાઓની મૂર્તિઓ વચ્ચે એક મૂર્તિ ખાસ ધ્યાન ખેંચે છે. તે કોઈ દેવતા નહીં પરંતુ અપ્પુભાઈ જોગરણાની મૂર્તિ છે. ચંદુભાઈ, જે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, દરરોજ સવારે સ્મશાનમાં આવી સૌપ્રથમ પોતાના મિત્રની પૂજા કરે છે. અપ્પુભાઈ સાથે ચંદુભાઈનું બાળપણથી જ અખૂટ બાંધણું હતું. બંને મૂળ ભાવનગરના રહેવાસી અને એકબીજાના માટે જાન આપી દે તેવા મિત્રો હતા. અપ્પુના વિયોગ બાદ ચંદુભાઈને જીવનના દરેક પળે મિત્રની ખોટ અનુભવાતી. કામ અટકતું હોય કે મુશ્કેલી આવે ત્યારે તેમને હંમેશા મિત્રની યાદ આવતી અને તેમાંથી તેમને માનસિક શક્તિ મળતી. અપ્પુને જીવંત રાખવા માટે ચંદુભાઈએ એક અનોખો નિર્ણય લીધો – તેમણે પોતાના મિત્રની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી. આજે પણ ચંદુભાઈ રોજ સવારે સૌથી પહેલા સ્મશાન જઈ પોતાના મિત્ર અપ્પુની મૂર્તિની પૂજા કરે છે. જે આજે પણ તેમની શ્રદ્ધાનું કેન્દ્ર છે.
શ્રી કૃષ્ણ–સુદામાની મિત્રતાની યાદ આવી જશે
ચંદુભાઈ પોતાના દરેક નવા વ્યવસાય કે કાર્યનું નામ પોતાના મિત્ર પર રાખે છે – “અપ્પુ કન્ટ્રક્શન”, “અપ્પુ ફર્નિચર” જેવી ઓળખ તેનો સાક્ષી છે. માત્ર એટલું જ નહીં, તેઓ દર વર્ષે અપ્પુના નામે બટુક ભોજન અને સમૂહ લગ્નનું આયોજન કરે છે. બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવતો હોવાથી, ચંદુભાઈ પોતાનો જન્મદિવસ સ્મશાનમાં આવી અપ્પુ સાથે કેક કાપીને ઉજવે છે. ખાસ કરીને ફ્રેન્ડશિપ ડેના દિવસે તેઓ પોતાના મિત્રને યાદ કરીને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને આ બંધનને અવિનાશી બનાવે છે. લોકો જ્યારે સ્મશાનમાં ચંદુભાઈને પોતાના મિત્રની પૂજા કરતા જુએ છે, ત્યારે આશ્ચર્ય પામે છે અને આ મિત્રતા વિશે જાણીને પ્રેરણા મેળવે છે. આજના સમયમાં જ્યાં સંબંધો સ્વાર્થ પર આધારિત લાગે છે, ત્યાં ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા શ્રી કૃષ્ણ–સુદામાની યાદ તાજી કરી દે છે. આ કહાની એ સાબિત કરે છે કે સાચો મિત્ર કદી મરે નહીં – તે હંમેશા હૃદયમાં જીવંત રહે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે Gujarat First સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો : Har Har Mahadev : એક પવિત્ર મંત્રનો અર્થ અને મહત્વ શું છે?


