ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot Civil Hospital: હોસ્પિટલના TB વોર્ડમાં આગની ઘટનામાં દર્દીનો જીવ ગયો

Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક માસમાં TB વોર્ડમાં બીજીવાર આગની ઘટના બની છે. સારવારમાં રહેલા દર્દી ગંભીર રીતે દાઝી જતા મોત થયુ છે. તેમાં સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો છે. જેમાં રાજકોટ TB વોર્ડ વધું એક વખત આગ લાગી છે. જેમાં આગમાં દર્દીનું મોત થતા સમગ્ર પ્રકરણ દબાવવા હોસ્પિટલ અને પોલીસ તંત્રની મીલીભગત સામે આવી છે તેવી ચર્ચા શરૂ થઇ છે.
10:26 AM Dec 08, 2025 IST | SANJAY

Rajkot Civil Hospital, Gujarat, Rajkot, Police

Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક માસમાં TB વોર્ડમાં બીજીવાર આગની ઘટના બની છે. સારવારમાં રહેલા દર્દી ગંભીર રીતે દાઝી જતા મોત થયુ છે. તેમાં સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો છે. જેમાં રાજકોટ TB વોર્ડ વધું એક વખત આગ લાગી છે. જેમાં આગમાં દર્દીનું મોત થતા સમગ્ર પ્રકરણ દબાવવા હોસ્પિટલ અને પોલીસ તંત્રની મીલીભગત સામે આવી છે તેવી ચર્ચા શરૂ થઇ છે.

સિવિલ હોસ્પિટલ TB વોર્ડમાં આગની ઘટના બની

ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ TB વોર્ડમાં આગની ઘટના બની હતી અને દર્દી ગંભીર રીતે દાઝી ગયો હતો. જેમાં ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે આવી તપાસ કરી તો સ્પાર્કથી આગ લાગવાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. 2 ડિસેમ્બરના હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે પોલીસ ચોકીમાં MLC કરાવ્યું હતુ. તથા 5 ડિસેમ્બરના મોરબીના કાળુભાઈનું મોત થયું છે. જોકે પોલીસ નિયમ અનુસાર જો MLC થાય તો સારવારમાં મોત થાય તો PM કરવું ફરજિયાત છે. તો મૃતદેહનું કેમ PM કરવામા આવ્યું નહિ? તે ચર્ચા શરૂ થઇ છે. તથા પરિવાર PM કરવા ના પાડી તો જવાદેવમાં આવ્યો હોવાની છટકબારી કરવા નોંધ પાડી હતી.

Rajkot Civil Hospital ના ટીબી વોર્ડમાં એક ચોંકાવનારી ઘટના

સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટીબી વોર્ડમાં રાખવામાં આવેલા વેન્ટિલેટરમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગંભીર ઘટનામાં પોતાની બેદરકારી છુપાવવા માટે અને ઢાંકપીછોડો કરવા માટે પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધવામં આવી નથી. સમગ્ર ઘટના બાદ દર્દીઓની તસ્વીર સામે આવતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના અંગે શરૂઆતમાં નિરસ વલણ દાખવતા સત્તાધીશો હવે જવાબદારો સામે કાર્યવાહીની વાત કરી રહ્યા છે. પરંતુ જે રીતે આ ગંભીર મામલાને લઇને ઢીલાશભર્યું વલણ દાખવામાં આવ્યું છે, તે જોતા કસુરવારો પર કાર્યવાહીની વાત હકીકત બનતા ઘણો સમય લાગશે.

સમગ્ર ઘટનાને લઇને સિવિલ હોસ્પિટલના તંત્ર પર ભારે રોષ

સમગ્ર મામલે ધારાસભ્ય દર્શિતા શાહને પુછવામાં આવતા તેમણે આ અંગે કોઇ જવાબ આપ્યો નથી. આરએમઓ હર્ષદ દુસરા કેમેરાની સામે કંઇ પણ બોલવા તૈયાર નથી. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના અધિક્ષક રજા પર ઉતરી ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને સિવિલ હોસ્પિટલના તંત્ર પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat: શહેરમાંથી અફીણ-ગાંજાની ફેક્ટરી ઝડપાઈ, ચણાની આડમાં અફીણની ગોળીઓ કેનેડા મોકલાતી

Tags :
GujaratpoliceRAJKOTRajkot Civil Hospital
Next Article