Sorathiya Murder Case માં અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
- સોરઠીયા મર્ડર કેસમાં મોટી અપડેટ
- સુપ્રીમ કોર્ટમાંથી મુખ્ય આરોપીને કોઇ રાહત નહીં
- રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ કોર્ટમાં અરજી કરી હતી
Sorathiya Murder Case : પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાના હત્યા કેસ મામલે (Sorathiya Murder Case) રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા (AniruddhSinh Jadeja - Ribda) ને સુપ્રિમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) હાઇ કોર્ટ (High Court) ના સજા માફીના હુમરને રદ કર્યાના ઓર્ડરને યથાવત રાખવા જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટે 18, સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા માટેનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો છે. જેને પહલે રીબડાના અનિરૂદ્ધસિંહને સર્વોચ્ચ અદાલતમાંથી કોઇ રાહત મળી નથી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
Ribda ના અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમમાંથી પણ રાહત નહીં
કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યાકાંડ મામલો
સજા માફીનો હુકમ રદ થતા સુપ્રીમમાં કરી હતી અરજી
સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવા જણાવ્યું
સોરઠિયા પરિવાર તરફથી સજા કાયમ રાખવા હતી માગ#Ribda… pic.twitter.com/uG17aMKLvu— Gujarat First (@GujaratFirst) September 1, 2025
અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી
જણાવી દઈએ કે, પોપટભાઈ સોરઠિયા (Sorathiya Murder Case) જેઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય રહી ચૂક્યા હતા, તેમની હત્યાની ઘટનાએ રાજકોટ અને ગુજરાતના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી હતી. આ ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા હતા. આ કેસમાં નીચલી અદાલતમાં સુનાવણી બાદ હાઈકોર્ટે સજા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો, જેની સામે અનિરુદ્ધસિંહે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જે અંગે તા.30 ઓગસ્ટના રોજ દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જર્યોજની બેચ સમક્ષ આ લીવ પીટીશનની સુનાવણી થઈ હતી.
હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો
સુપ્રીમ કોર્ટે આ રિટ પિટિશન (Sorathiya Murder Case) પર 8 સપ્ટેમ્બર પહેલાં સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું હતું. આ સુનાવણી દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાની જામીન અરજી અથવા હાઈકોર્ટના આદેશ પર સ્ટેની માંગ પર ચર્ચા થઇ હતી. બંને પક્ષોના ટોચના વકીલો આ કેસમાં પોતાની દલીલો રજૂ કરી હતી. જો કે, આ મામલે રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને કોઇ રાહત મળી નથી. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.
આ પણ વાંચો ----- Rajkot : MLA ગોપાલ ઈટાલિયાનો વાર તો ધારાસભ્ય ઉદય કાનગડનો વળતો પ્રહાર!


