Amit Khunt Case : મૃતક યુવક અમિત ખૂંટના ભાઈએ રાજ્યનાં જેલ વડાને કરી રજૂઆત, લગાવ્યા ગંભીર આરોપ
- રાજકોટનાં રીબડાનાં યુવક અમિત ખૂંટ આત્મહત્યાનો કેસ (Amit Khunt Case)
- જુનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મોટા સમાચાર
- મૃતક અમિત ખૂંટના ભાઈએ રાજ્યનાં જેલ વડાને કરી રજૂઆત
- અનિરુદ્ધસિંહને જુનાગઢ જેલમાંથી અન્ય જેલમાં ખસેડવા રજૂઆત
- અનિરુદ્ધસિંહ જાડેજાને ગેરકાયદે સગવડો મળતી હોવાનો આરોપ
Amit Khunt Case : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાના બહુચર્ચિત રીબડા અમિત ખૂંટ કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. જુનાગઢની જેલમાં (Junagadh Jail) બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મૃતક યુવક અમિત ખૂંટના ભાઈએ ચોંકાવનારો દાવો કર્યો છે અને તે અંગે રાજ્ય જેલ વડાને રજૂઆત પણ કરી છે. અનિરુદ્ધસિંહ જાડેજાને (Anirudhsinh Jadeja) જુનાગઢ જેલમાંથી અન્ય જેલમાં ખસેડવામાં આવે તેવી રજૂઆત કરાઈ હોવાની માહિતી છે. આ સાથે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં ગેરકાયદે સગવડો મળતી હોવાનો પણ આરોપ થયો છે.
આ પણ વાંચો - Gir Somnath : ધરતીપુત્રોની વ્હારે આવ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
અનિરુદ્ધસિંહને જુનાગઢ જેલમાંથી અન્ય જેલમાં ખસેડવા રજૂઆત
રાજકોટનાં બહુચર્ચિત રીબડાનાં યુવક અમિત ખૂંટ કેસને (Amit Khunt Case) લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, મૃતક યુવક અમિત ખૂંટના ભાઈએ રાજ્ય જેલ વડાને રજૂઆત કરી છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાને (Anirudhsinh Jadeja) જુનાગઢ જેલમાંથી અન્ય જેલમાં ખસેડવામાં આવે તેવી માગ કરાઈ છે. આ સાથે જેલમાં અનિરુદ્ધસિંહને ગેરકાયદે સગવડો મળતી હોવાનો પણ ગંભીર આરોપ થયો છે.
આ પણ વાંચો - Bhavnagar : ખેડૂતો સાથે શ્રમિકોની પણ સ્થિતિ દયનીય બની! Gujarat First નાં માધ્યમથી ઠાલવી વેદના
Amit Khunt Case, જેલમાં ગેરકાયદે સગવડો મળતી હોવાનો આરોપ
માહિતી મુજબ, રાજય જેલનાં વડાને કરેલી રજૂઆતમાં જુનાગઢ જેલમાં (Junagadh Jail) બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ અધિક્ષક દીપક ગોહિલ (Deepak Gohil) સાથે સાંઠગાંઠ કરીને ગેરકાયદે સગવડો મળતી હોવાનો અમિત ખૂંટના ભાઈએ ગંભીર આરોપ કર્યો છે. ઉપરાંત, અનિરુદ્ધસિંહની બેરેકમાંથી મોબાઇલ ફોન પણ મળી આવ્યાનો રજૂઆતમાં દાવો કરાયો છે. જો કે, હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Jamnagar : આહીર સમાજે રિવાજો-કુરિવાજોમાં અનેક મહત્ત્વનાં સુધારા કર્યા!