Gondal: કોલીથડ હડમતાળા ગામ પાસે મરચા ભરેલ ટ્રક લાગી આગ, વેપારીને લાખો રૂપિયાનું નુકસાન
- ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો
- ગોંડલ જામકંડોરણા રોડ પર આવેલ ડૈયા ગામ નજીક બની ઘટના
- રાજસ્થાનના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન
Gondal: ગોંડલ તાલુકાના કોલીથડ હડમતાળા ગામ પાસે મરચા ભરેલ ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હડમતાળા ગામ પાસે આવેલ બસસ્ટેન્ડ પાસે આવેલ નદી પરથી પસાર થતી 11 કે.વી. વિજતારમાં મરચાની ભારી અડી જતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. મરચા ભરેલ ટ્રકના ડ્રાઈવરને આગની જાણ થતાં ચાલુ આગે ટ્રકને ભગાવી 10 કિ.મી દૂર ડૈયા ગામ પાસે પલટી મરાવી દીધી હતી. ટ્રકમાં ભરેલ લાખો રૂપિયાના મરચા બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: Amreli Latter Kand : હવે SMC નાં વડા કરશે તપાસ! પોલીસ વડા સાથે જેનીબેન કરશે મુલાકાત
ગોંડલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો
ગોંડલ જામકંડોરણા રોડ પર આવેલ ડૈયા ગામ નજીક હડમતાળા ગામથી મરચાની 158 ભારી ટ્રકમાં ભરીને રાજસ્થાનના વેપારી વેચવા માટે અન્ય રાજ્યમાં જઈ રહ્યો હતો. ગોંડલ પાસે આવેલ હડમતાળા ગામ પાસે મરચાની ભારીમાં વિજતાર અડી જતા આગ લાગી હતી. આગની ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો: Surat : VNSGU માં શિક્ષણ મંત્રી Praful Pansheriya એ Ph. D પ્રવેશની પરીક્ષા આપી, કેવું રહ્યું પરિણામ ?
રાજસ્થાનના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું
નોંધનીય છે કે, આગની ઘટનામાં ટ્રકમાં રહેલ મરચાની તમામ તમામ ભારી બળીને ખાખ થઈ જવા પામી હતી. રાજસ્થાનના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવેલ નદી પરથી પસાર થતી 11 કે.વી. વિજતારમાં મરચાની ભારી અડી જતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. જો કે, અત્યારે આગ પર કાબુ મેળવાયો છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


