ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Union Budget 2025 : પૂર્વ CM વિજય રૂપાણી, GCCI, RCCI ની બજેટ પર પ્રતિક્રિયા

તેમણે કેન્દ્ર સરકારનાં બજેટને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, આ બજેટ ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે.
02:36 PM Feb 01, 2025 IST | Vipul Sen
તેમણે કેન્દ્ર સરકારનાં બજેટને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, આ બજેટ ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે.
gujarat First
  1. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું (Union Budget 2025)
  2. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ બજેટને આવકાર્યું
  3. આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક : રૂપાણી
  4. MSME સ્ટાર્ટઅપમાં બુસ્ટ આવે તેવા પગલાં સરકારે લીધા : GCCI
  5. MSME ને સમર્થનથી રોજગારીનો વિકાસ થશે : RCCI

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ (Union Budget 2025) રજૂ કર્યું છે. આ બજેટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેન્દ્ર સરકારનાં બજેટને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, આ બજેટ ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આ સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પણ બજેટ અંગે પ્રતિક્રિયા આવી છે.

આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક : વિજય રૂપાણી

બજેટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Vijay Rupani) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. મોટા વર્ગને 12 લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રીનો લાભ મળશે. જ્યારે, બિહાર (Bihar) જેવા રાજ્યોનાં વિકાસ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Budget 2025 : નાણામંત્રીના બજેટ રજૂ કર્યા બાદ જાણો નેતાઓની શું પ્રતિક્રિયાઓ આવી

MSME સ્ટાર્ટઅપમાં બુસ્ટ આવે તેવા પગલાં સરકારે લીધા : GCCI

બજેટ પર GCCI નાં પ્રમુખ સંદીપ એન્જિનિયરની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બજેટને (Union Budget 2025) આવકારતા કહ્યું કે, મિડલ ક્લાસની લિક્વિડિટી બજારમાં આવશે. MSME સ્ટાર્ટઅપમાં બુસ્ટ આવે તેવા પગલાં સરકારે લીધા છે. ટેક્સનાં અલગ અલગ લેવલ હતા તેને સિમ્પલ કરવાનો પ્રયાસ કરાયો છે. મધ્યમવર્ગ માટે રાહતનાં સમચાર છે. મેડિકલ સુવિધાઓને અપગ્રેડ કરીને ગામડે-ગામડે સુધી પહોંચાડવાની વાત છે. નવા દવાખાના બનાવવા, ડોક્ટર વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Union Budget 2025 : ખેડૂત, વિદ્યાર્થી, કામદારોને બજેટમાંથી શું મળ્યું ? જાણો સરકારની મોટી જાહેરાતો

MSME ને સમર્થનથી રોજગારીનો વિકાસ થશે : RCCI

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે (RCCI) પણ બજેટને આવકાર્યું છે. ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સાથે જ MSME ને સમર્થનથી રોજગારીનો વિકાસ થશે. તેમણે આગળ કહ્યું કે, બજેટમાં સ્ટાર્ટઅપ માટે 10 માંથી 20 કરોડની જાહેરાતથી ફાયદો થશે.

આ પણ વાંચો - Budget 2025 : મહિલાઓ, SC/ST અને પછાત વર્ગ માટે નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત?

Tags :
Breaking News In GujaratiFinance Minister Nirmala SitharamanGCCIGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMSMENews In GujaratiRCCIUnion Budget 2025Vijay Rupani
Next Article