Vijay Rupani Funeral : 'વિજયભાઈ અમર રહો...' નાં લાગ્યા નારા, નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ Video
- અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનું નિધન (Vijay Rupani Funeral)
- રાજકોટ ખાતે આજે અંતિમ દર્શન, અંતિમ યાત્રા યોજાઈ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રી, નેતાઓ, અગ્રણીઓ હાજર રહ્યા
- અંતિમ દર્શન કરવા રાજકોટવાસીઓનું માનવ મહેરામણ ઉમટ્યું
Vijay Rupani Funeral : અમદાવાદ એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash :) ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુ:ખદ અવસાન થયું છે. આજે રાજકોટ (Rajkot) ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સાંસદ પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala), ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સહકારી નેતા દિલીપ સંઘાણી સહિતના નેતાઓ, રાજકીય-સામાજિક આગેવાનો, પરિવારજનો અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અંતિમ યાત્રામાં સામેલ થયા. અંતિમ યાત્રામાં 'વિજયભાઈ અમર રહો...' સહિતનાં નારા લાગ્યા.
આ પણ વાંચો - Vijay Rupani passes away : સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું, બાળકો વાત કરતા રડી પડ્યા
Ahmedabad Airplane Crash : વિલાપ કરતાં છોડી ગયા વિજયભાઈ, સ્વ.Vijay Rupani ની અંતિમવિધિ LIVE https://t.co/lLGbfkMMSM
— Gujarat First (@GujaratFirst) June 16, 2025
થોડીવારમાં શરૂ થશે અંતિમવિધિ, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઊમટ્યું
રાજકોટમાં થોડા જ સમયમાં સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારની (Vijay Rupani Funeral) વિઘિ શરૂ કરાશે. આ પહેલા સ્વ. વિજયભાઈ રૂપાણીની રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અમદાવાદમાં DNA ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્વ. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદમાં સ્વ. વિજયભાઈ રૂપાણીને 'ગાર્ડ ઓફ ઓનર' (guard of honor) આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમનાં મૃતદેહને રાજકોટ લવાયો હતો. રાજકોટ ખાતે પૂર્વ સીએમનાં નિવાસસ્થાને રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Vijay Rupani : રાજકોટમાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં જનમેદની, જુઓ Photos-Video
Vijay Rupani Funeral : ધ્રુસકેને ધ્રુસકે રડી પડયા Vijay Rupani ના પત્ની અંજલિ રૂપાણી... । Gujarat First@AmitShah @Bhupendrapbjp @CMOGuj @BJP4Gujarat @ADevvrat #VijayRupani #AirIndiaPlaneCrash #vijayrupani #PlaneCrashAhmedabad #PlaneCrash #AirlineFlightCrash #AirIndiaCrash… pic.twitter.com/6H1lTumW7h
— Gujarat First (@GujaratFirst) June 16, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી, નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
ત્યાર બાદ સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil), CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat), સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સાંસદ પૂનમ માડમ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સહકારી નેતા દિલીપ સંઘાણી, પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, જીતુ વાઘાણી સહિતનાં અગ્રણી નેતાઓ, રાજકીય-સામાજિક આગેવાનો, પરિવારજનો અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા. તમામે સ્વ. વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી અને સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી સાથે વાત કરી સાંત્વના આપી હતી.
આ પણ વાંચો - Ahmedabad plane crash : પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ સ્થળોએ પ્રાર્થના સભાનું આયોજન


