Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-કેનેડા વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકો માટે જારી કરી આ એડવાઇઝરી, ભારતના આ સ્થળ પર નાગરિકોને ન જવા કહ્યું

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું છે. કેનેડાએ તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે. અપડેટ એડવાઈઝરીમાં...
ભારત કેનેડા વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકો માટે જારી કરી આ એડવાઇઝરી  ભારતના આ સ્થળ પર નાગરિકોને ન જવા કહ્યું
Advertisement
ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું છે. કેનેડાએ તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે.
અપડેટ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે,જમ્મુ અને કાશ્મીર ન જાવ
અપડેટ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીર ન જાવ કારણ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે." કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમજ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
કેનેડાના આ ઉશ્કેરણીજનક પગલા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતા અને આરોપોને વાહિયાત ગણાવ્યા હતા. ભારતે પણ. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢયા છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ ટ્રુડોનું નિવેદન મંગળવારના રોજ આવ્યું હતું.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે કહ્યું, “અમે તણાવ ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અમે માત્ર હકીકતો રજૂ કરી રહ્યા છીએ. ટ્રુડોએ વધુમાં કહ્યું કે અમે દરેક બાબતની સ્પષ્ટતા કરવા અને યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગુરુદ્વારાની બહાર 18 જૂને બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
Tags :
Advertisement

.

×