Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બ્રિજભુષણ શરણ સિંહે મહિલા કુસ્તીબાજો સાથે અડપલા કરવાની કોઇ તક છોડી નથી, દિલ્હી પોલીસનું કોર્ટમા નિવેદન

પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલા કથિત જાતીય સતામણીના કેસમાં કોર્ટે તેમને હાજર રહેવામાંથી એક દિવસની મુક્તિ આપી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે આરોપી બ્રિજભૂષણ સિંહે મહિલા કુસ્તીબાજોને યૌન ઉત્પીડન...
બ્રિજભુષણ શરણ સિંહે મહિલા કુસ્તીબાજો સાથે અડપલા કરવાની કોઇ તક છોડી નથી  દિલ્હી પોલીસનું કોર્ટમા નિવેદન
Advertisement

પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલા કથિત જાતીય સતામણીના કેસમાં કોર્ટે તેમને હાજર રહેવામાંથી એક દિવસની મુક્તિ આપી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે આરોપી બ્રિજભૂષણ સિંહે મહિલા કુસ્તીબાજોને યૌન ઉત્પીડન કરવાની કોઈ તક છોડી નથી. પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) હરજીત સિંહ જસપાલ સમક્ષ દલીલ કરી હતી કે બ્રિજ ભૂષણ સિંહ સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે.

દિલ્હી પોલીસે કોર્ટમાં શું કહ્યું ?

Advertisement

દિલ્હી પોલીસે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામેના કેસમાં તાજિકિસ્તાનમાં બનેલી કથિત ઘટનાઓને ટાંકીને દાવો કર્યો હતો કે આ ઘટનાઓ તેમના ચરિત્રને દર્શાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તાજિકિસ્તાનમાં એક ઈવેન્ટ દરમિયાન બ્રિજ ભૂષણ સિંહે એક મહિલા રેસલરને બળજબરીથી ગળે લગાડી હતી અને બાદમાં તેણે એવું કહીને તેના કૃત્યને યોગ્ય ઠેરવ્યું હતું કે તેણે આ એક પિતાની જેમ કર્યું છે.

Advertisement

તાજિકિસ્તાનમાં એશિયન ચેમ્પિયનશિપની અન્ય એક ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બ્રિજભૂષણ સિંહે મહિલા કુસ્તીબાજનું શર્ટ ઉંચુ કર્યુ હતું અને તેના પેટને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે આ ઘટનાઓ ભારતની બહાર બની હતી, પરંતુ તે કેસ સાથે સુસંગત છે.

આગામી સુનાવણી 7 ઓક્ટોબરે થશે

પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુદ્દો એ નથી કે પીડિતોએ ઘટનાઓ પર પ્રતિક્રિયા આપી કે નહીં, પરંતુ તેમની સાથે શું ખોટું થયું તે છે. તેમણે દિલ્હીમાં WFI ઓફિસમાં એક કથિત ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજધાની દિલ્હી ફરિયાદો માટે યોગ્ય અધિકારક્ષેત્ર છે. કેસની વિગતવાર સુનાવણી કર્યા પછી, ACMMએ કેસની આગામી સુનાવણી 7 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે.

Tags :
Advertisement

.

×