Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીની શેરબજારની આગાહી સાચી પડી, આ કંપનીના શેરે રોકાણકારોને એક દિવસમાં બનાવ્યા કરોડપતિ

PM Narendra Modi ના નિવેદનોમાં અવાર નવાર HAL અને LIC જેવી જાહેર કંપનીઓનો ઉલ્લેખ સાંભળવા મળતો હોય છે. લોકસભા ચૂંટણીના (Lok Sabha election 2024) પરિણામોના એક દિવસ પહેલા આ શેરની સાથે જ PSU Shares તોફાની તેજી સાથે ભાગી રહ્યા છે....
pm મોદીની શેરબજારની આગાહી સાચી પડી  આ કંપનીના શેરે રોકાણકારોને એક દિવસમાં બનાવ્યા કરોડપતિ
Advertisement

PM Narendra Modi ના નિવેદનોમાં અવાર નવાર HAL અને LIC જેવી જાહેર કંપનીઓનો ઉલ્લેખ સાંભળવા મળતો હોય છે. લોકસભા ચૂંટણીના (Lok Sabha election 2024) પરિણામોના એક દિવસ પહેલા આ શેરની સાથે જ PSU Shares તોફાની તેજી સાથે ભાગી રહ્યા છે. શેરબજાર (Stock Market) સોમવારે ઇતિહાસ રચતા નવા શીખર સ્પર્શી લીધો.

માર્કેટ ઓપન થતા જ ઇતિહાસ રચાવાનું શરૂ થયું

માર્કેટ ઓપન થતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેંજનો 30 શેરોનો સેંસેક્સ (Sensex) અને નેશનલ સ્ટોક એક્સચેંજનું નિફ્ટી (Nifty) નવા ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયું. બીજી તરફ ખાસ વાત એવી રહી કે, જે સરકારી કંપનીના શેર (PSU Stocks) નો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના નિવેદનોમાં વારંવાર કહેતા હોય છે કે, ચૂંટણી પરિણામો બાદ આ જાહેરક્ષેત્રની કંપનીઓના શેર ઉછળશે.

Advertisement

PM Modi એ કરેલી આગાહી સાચી પડી

આજે એ વાત સાચી ઠરી અને તમામ શેર રોકેટ બની ગયા હતા. જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL Share) માંડીને સૌથી મોટી વિમા કંપની (LIC Share) નો સમાવેશ થાય છે. આવો આજે 10 શેરોના પર્ફોમન્સ પર નજર કરીએ.

Advertisement

સેંસેક્સ અને નિફ્ટીએ રચ્યો ઇતિહાસ

સૌથી પહેલા વાત કરીએ શેર બજારની જે પ્રી ઓપનિંગમાં જોરદાર ઉછાળા સાથે સંકેત આપી રહ્યા હતા. જે પ્રકારે બજાર ખુલ્યું સેંસેક્સ અને નિફ્ટી નવા શીખર પર પહોંચી ગયા. સવારે 09.15 વાગ્યા પર સેંસેક્સ 2050 પોઇન્ટ ઉછળીને 76018 ના સ્તર પર ખુલ્યું અને થોડી જ મિનિટોમાં 76,338.89 ના નવા શીખર પર પહોંચી ગયું. બીજી તરફ NIFTY એ પણ 630 પોઇન્ટના ઉછાળા સાથે 23,338.70 નો નવો ઇતિહાસ રચ્યો. આ દરમિયાન BSE ની તમામ 30 લાર્જકેપ કંપનીઓ ગ્રીન સિગ્નલ પર ટ્રેડ થઇ રહી હતી.

વડાપ્રધાન મોદી અનેક વખત તેનો ઉલ્લેખ કરી ચુક્યા છે

વડાપ્રધાન મોદી જેનો વારંવાર પોતાના ભાષણ અને નિવેદનોમાં ઉલ્લેખ કરે છે તે પીએસયુ કંપનીઓ અંગે વાત કરતા જોવા મળ્યા. ખાસ કરીને HAL અને LIC ના પ્રોફિટના આંકડા સાથે રજુ કરતા જોવા મળ્યા. સોમવારે શેરબજારમાં તોફાની તેજી વચ્ચે આ શેરમાં પણ રોકેટ જેવી તેજી જોવા મળી.જે પૈકી કેટલાક 10 ટકા જેટલા ભાગ્યા તો કેટલાકે તો બજાર ખુલતાની સાથે જ અપર સર્કિટ લગાવી દીધી હતી.

આ કંપનીના શેર રોકેટ બની ગયા

આવા કેટલાક શેરની વાત કરીએ તો REC લિમિટેડ, HPCL, NBCC ઇન્ડિયા લિમિટેડ, IDBI બેંક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા BEML લિમિટેડ, ભારત ડાયનેમિક, એલઆઇસી સહિત અનેક કંપનીઓનો સમાવેસ થાય છે.

આ પણ વાંચો : EXIT POLL ના તારણ પછી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો, સેન્સેક્સમાં 2621 પોઇન્ટનો વધારો

આ પણ વાંચો : GST Collection: કેન્દ્ર સરકારે GSTકલેક્શનના આંકડા જાહેર કર્યા

આ પણ વાંચો : Gautam Adani એ 24 કલાકમાં 45000 કરોડ રૂપિયાની કમાણી કરી

Tags :
Advertisement

.

×