Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરબજારે રચ્યો ઈતિહાસ, Nifty એ બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા...!

ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (Nifty 50) એ તેના જૂના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. Nifty બુધવારે પ્રી-ઓપનમાં 18,900 નો આકડો પાર કર્યો છે. અગાઉ, Nifty 18,887.60 પોઈન્ટની સર્વકાલીન...
શેરબજારે રચ્યો ઈતિહાસ  nifty એ બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા
Advertisement

ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (Nifty 50) એ તેના જૂના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. Nifty બુધવારે પ્રી-ઓપનમાં 18,900 નો આકડો પાર કર્યો છે. અગાઉ, Nifty 18,887.60 પોઈન્ટની સર્વકાલીન ઊંચી સપાટી હતી. Nifty એ 142 સેશન બાદ આ ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે, Nifty એ અગાઉ ઑક્ટોબર 2021માં 18,887 પૉઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી.

છેલ્લા કેટલાક સમયથી Nifty સતત ઓલ ટાઈમ હાઈ રેકોર્ડની આસપાસ બંધ થતું હતું. પરંતુ આજે Nifty અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવી ટોચે પહોંચી છે. આ દરમિયાન સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

Advertisement

હાલમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9.40 વાગ્યે સેન્સેક્સ 63,600 પોઈન્ટની નજીક હતો. જ્યારે Nifty 18,900 ની આસપાસ હતું. આ દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં Nifty 50 માં તેજી જોવા મળી રહી છે.

Advertisement

આ સિવાય ટાઇટન, JSW સ્ટીલ અને બજાજ ફાઇનાન્સના શેર પણ દોઢ ટકા સુધી મજબૂત થયા છે. જોકે ખાનગી બેંકોના શેરમાં મામૂલી દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં Nifty નો ટ્રેન્ડ મજબૂત જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોની સાથે Nifty એ મજબૂતી મેળવી છે, જેની મદદથી તેણે ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરી છે.

આ પણ વાંચો : થઇ જાઓ સાવધાન, ITR ફાઈલ કરનારાઓ માટે સરકારે કરી મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×