Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માલવ્ય રાજયોગ આપશે પાંચ રાશિના લોકોને રાજા જેવું જીવન, એક ઝાટકે વધશે ધન- સંપત્તિ

Malvya Raja Yoga : અત્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં છે. શુક્ર મીન રાશિમાં હોવાથી માલવ્ય રાજયોગ (Malvya Raja Yoga) સર્જાઈ રહ્યો છે. માલવ્ય રાજયોગ આગામી નવ દિવસ સુધી રહેશે. ૨૪ એપ્રિલે શુક્ર મીન રાશિમાંથી બહાર નીકળીને મેષ રાશિમાં પ્રવેશ...
માલવ્ય રાજયોગ આપશે પાંચ રાશિના લોકોને રાજા જેવું જીવન  એક ઝાટકે વધશે ધન  સંપત્તિ
Advertisement

Malvya Raja Yoga : અત્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં છે. શુક્ર મીન રાશિમાં હોવાથી માલવ્ય રાજયોગ (Malvya Raja Yoga) સર્જાઈ રહ્યો છે. માલવ્ય રાજયોગ આગામી નવ દિવસ સુધી રહેશે. ૨૪ એપ્રિલે શુક્ર મીન રાશિમાંથી બહાર નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ રાજયોગ રહેશે. મેષ રાશિમાં શુક્રના ગોચરની પહેલાના આ નવ દિવસ પાંચ રાશિ માટે ખૂબ જ શુભ છે. આ સમય આ લોકો માટે ઘણો ફાયદો કરાવી શકે છે.

વૃષભ

માલવ્ય રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે ઘણો લાભ આપી શકે છે. તમારું માન- સન્માન વધશે. કોઈ મોટી સફળતા મળી શકે છે. કોઈનું અપમાન ના કરો. તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે. તમને ધન લાભ થશે.

Advertisement

સિંહ

સિંહ રાશિના લોકો માટે આ સમય ઘણી ખુશીઓ લઈને આવશે. જમીન અને મિલકત સંબંધિત કોઈ સોદો થઈ શકે છે. વિદેશમાં નોકરી અને બિઝનેસ કરતા લોકોને વિશેષ લાભ મળી શકે છે. તમને પરિવારના કોઈ સદસ્યથી સંબંધિત સારા સમાચાર મળી શકે છે.

Advertisement

તુલા

તમારા અટવાયેલા કામ પૂરા થવાથી ખૂબ જ ખુશી મળી શકે છે. તમે નવી નોકરી મેળવી શકો છો અથવા તમારી ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મેળવી શકો છો. ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. આ સમય તમારા માટે ભાગ્યશાળી છે અને કરિયર અને પૈસા સંબંધિત મોટી ભેટ આપી શકે છે.

ધન

આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે. તમે તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો. લવ લાઈફને લઈને સાવધાન રહો. દરેક કાર્યમાં તમને મદદ મળશે અને કાર્ય પૂર્ણ થશે. તમારે નોકરીની શોધ પૂર્ણ થશે.

મીન

જીવનમાં ઘણી ખુશીઓ આવશે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા પૂરી થશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. લવ કપલના લગ્ન નક્કી થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યની ઉપલબ્ધિ તમારા દિલને ખુશ કરશે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ નથી કરતું.)

Tags :
Advertisement

.

×