Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોડને રેસિંગ ટ્રેક ન બનાવો, રોમાંચ જ જોઇતો હોય તો સકારાત્મક રસ્તા પણ છે, સ્વાતંત્ર્ય પર્વ પર બોલ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદ ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.. આ પ્રસંગે તેમણે દાહોદના વિકાસ માટે સચિન દેસાઇની પંક્તિઓનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નગરમાંથી જોત જોતામાં બની ગયુ છે...
રોડને રેસિંગ ટ્રેક ન બનાવો  રોમાંચ જ જોઇતો હોય તો સકારાત્મક રસ્તા પણ છે  સ્વાતંત્ર્ય પર્વ પર બોલ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
Advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદ ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.. આ પ્રસંગે તેમણે દાહોદના વિકાસ માટે સચિન દેસાઇની પંક્તિઓનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નગરમાંથી જોત જોતામાં બની ગયુ છે શહેર ..કોઇપણનું હોય દોસ્ત દાહોદમાં છે મોજ મસ્તીની લહેર ..તેમણે કહ્યું કે વર્ષો વર્ષ સુધી આ દેશના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં આદિવાસીઓનો ફાળો રહ્યો છે. આદિવાસીઓ માટે ગૌરવની વાત છે કે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુજી આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.

મળેલી આઝાદીને વેડફનારાઓ આજે જેલમાં બંધ છે

Advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મળેલી આઝાદીને વેડફનારાઓ આજે જેલમાં બંધ છે, અને સજા માત્ર તેઓ જ નહીં તેમના પરિવારજનો પણ ભોગવી રહ્યા છે.. જીવન જીવવા માટે છે , એક ઝડપે તેને વેડફી ન નાંખો અને જો જીવનનો એટલોજ રોમાંચ જોઇતો હોય તો રોડને રેસિંગ ટ્રેક બનાવવા કરતા સરહદ પર જાઓ અને હાડ થીઝાવતી ઠંડી અને પીગળી નાંખતી ગરમીમાં દુશ્મન જોડે લડો.. અથવા ડોક્ટર બનો, જટીલ ઓપરેશન કરો ..જે તમને એક દર્દીનું જીવન બચાવવાની થ્રીલ આપશે. એન્જિનિયર બનો અને તમારાજ ગામમાં મેટ્રો શરૂ કરવાનું સપનું જુઓ.. સોફ્ટવેર એન્જિનયર બનીને એક એવું સોફ્ટવેર બનાવવો કે જે ગ્રામીણ વિસ્તારના લોકોને સરકારી કામોને સરળ કરે

Advertisement

દાહોદની બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભિનંદન

તેમણે કહ્યું કે દાહોદની બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છુ આ દિવ્યાંગ વિદ્યાર્થીઓે આતંરરાષ્ટ્રીય સ્તરે ઓલિમ્પિયાડમાં અનેક મેડલો મેળવી ભારતનું ગૌરવ વધાર્યુ છે.

Tags :
Advertisement

.

×