દાહોદના SP તરીકે ડો રાજદીપસિંહ ઝાલા એ વિધિવત રીતે ચાર્જ સંભાળતા દાહોદ પોલીસના અધિકારીઓએ એ 'ગાર્ડ ઓફ ઓનર' આપી સ્વાગત કર્યુ
અહેવાલઃ શબીર ભાભોર, દાહોદ
રાજ્યભર ના 70 આઇપીએસ ની બદલીનો ગંજીફો ઝીંકતા દાહોદના એસપી તરીકે ફરજ બજાવતા બલરામ મીણાની અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલ્વે માં બદલી થઈ હતી જ્યારે દાહોદ ના એસપી તરીકે વલસાડ ના એસપી ડો.રાજદીપસિંહ ઝાલા ની બદલી થતાં આજે નવ નિયુક્ત એસપી ડો.રાજદીપસિંહ ઝાલા એ દાહોદ ખાતે વિધિવત રીતે દાહોદ ના એસપી તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો..
એએસપી કે.સિદ્ધાર્થ ,એએસપી વિશાખા જૈન તેમજ એલસીબી, એસઓજી પીઆઈ સહિત ના પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ થી નવનિયુક્ત એસપીને આવકાર્યા હતા અને દાહોદ પોલીસના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે સ્વાગત કર્યું હતું..
ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરી ડો રાજદીપસિંહ ઝાલાએ દાહોદના એસપી તરીકેનો ચાર્જ સંભાળી દાહોદ જિલ્લામાં દરેક ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામી દેવા માટે દાહોદ પોલીસ કટિબધ્ધ રહેશે તેમ જણાવ્યુ હતુ..સાથે જ દાહોદમાં સુખ,શાંતિ અને સુખાકારીની સાથે કડક કાયદો -વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસ કાર્યરત રહેશે તેવું જણાવ્યુ હતું




