ગોંડલ નગરપાલિકામાં બાકીના અઢીવર્ષ માટે નવા સુકાનીઓની ચુંટણી, જો કે ધાર્યુ તો ધણીનું જ થશે
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલની ભાજપ શાસિત નગર પાલિકામાં વર્તમાન સુકાનીઓની અઢી ववવર્ષની મુદત પુર્ણ થતી હોય તા.૧૨ મંગળવારના રોજ બાકીના અઢીવષઁ માટેનાં નવા સુકાનીઓની ચુંટણી યોજાશે.અલબત પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી ભાજપ મોવડી દ્વારા થતી હોય ચુંટણી માત્ર ફોર્માલીટી બની રહેશે.
નગર પાલીકામાં ભાજપની તોતીંગ બહુમતી છે. ૧૧ વોર્ડનાં ૪૪ સદસ્યો ધરાવતી નગરપાલીકામાં એકપણ સદસ્ય વિપક્ષનો નથી. વિપક્ષ વિહોણી નગરપાલીકાના તમામ ૪૪ સદસ્યો ભાજપના છે.વર્તમાન પ્રમુખ ભાવનાબેન રૈયાણી તથા ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવની અઢીવર્ષની મુદત પુર્ણ થઈ રહી હોય, મંગળવાર તા.૧૨ ના ચુંટણી યોજાશે.
પ્રમુખ પદ માટે નિલેશભાઈ ચનિયારા,કૌશિકભાઈ પડારીયા અને અશ્ર્વીનભાઇ રૈયાણી નાં નામ ચર્ચાઇ રહ્યા છે.જ્યારે ઉપપ્રમુખ માટે મહીલાની પસંદગી કરાશે.જોકે નવા સુકાનીઓ ની પસંદગીમાં " ધાર્યુ ધણીનું થશે" તે વાત નિશ્ચિત છે.


