Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આલિયા ભટ્ટે ખાલી બેગ પર ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, ફોટો કરતાં વધુ વાયરલ થઈ રહ્યું છે કેપ્શન

આલિયા ભટ્ટે તાજેતરમાં સિઓલના ગ્યોંગબોકગંગ પેલેસ ખાતે બ્રાન્ડના ક્રૂઝ શોમાં હાજરી આપી હતી. જ્યાં તે બ્લેક શોર્ટ ડ્રેસ સાથે હાથમાં ખાલી બેગ પકડેલી જોવા મળી હતી. અભિનેત્રીને તેના લૂક કરતા વધુ ખાલી બેગ રાખવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. સોશિયલ...
આલિયા ભટ્ટે ખાલી બેગ પર ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ  ફોટો કરતાં વધુ વાયરલ થઈ રહ્યું છે કેપ્શન
Advertisement

આલિયા ભટ્ટે તાજેતરમાં સિઓલના ગ્યોંગબોકગંગ પેલેસ ખાતે બ્રાન્ડના ક્રૂઝ શોમાં હાજરી આપી હતી. જ્યાં તે બ્લેક શોર્ટ ડ્રેસ સાથે હાથમાં ખાલી બેગ પકડેલી જોવા મળી હતી. અભિનેત્રીને તેના લૂક કરતા વધુ ખાલી બેગ રાખવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલર્સ લખી રહ્યા છે કે, ખાલી પર્સ લઈને જવાની શું જરૂર હતી. હવે આલિયાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો પોસ્ટ કરીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

આલિયાએ હવે આ ક્રૂઝ શોના તેના લૂકની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીર સાથે અભિનેત્રીએ લખેલા કેપ્શનને લોકો ટ્રોલર્સને તેના યોગ્ય જવાબ તરીકે માની રહ્યા છે. આલિયાએ લખ્યું- 'હા, બેગ ખાલી હતી.'

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

Advertisement

આલિયા ગુચીની બ્રાન્ડ એમ્બેસેડર છે

આલિયા ભટ્ટ તાજેતરમાં જ Gucci બ્રાન્ડની પ્રથમ ભારતીય વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની છે. આ જાણકારી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. જે બાદ અભિનેત્રી સિઓલ ઈવેન્ટમાં હાજરી આપવા ગઈ હતી. જ્યાં એક્ટ્રેસને ખાલી બેગ લઈને જવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી જે તેના લૂક કરતા વધુ પારદર્શક હતી.

મેટ ગાલામાં ડેબ્યૂ

આલિયા ભટ્ટે હાલમાં જ 'મેટ ગાલા'માં ડેબ્યૂ કર્યું છે. આ પ્રસંગે આલિયા સુંદર સફેદ ગાઉન પહેરીને પહોંચી હતી. આલિયાનું આ ગાઉન એટલું સુંદર હતું કે તે તેને પ્રિન્સેસ લૂક આપી રહ્યું હતું. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર એક કરતા વધુ કિલર પોઝ પણ આપ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ સાથે તે હોલીવુડની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'માં પણ જોવા મળશે. આલિયાના લગ્નને તાજેતરમાં એક વર્ષ થયું છે અને તે રાહા કપૂરની માતા પણ છે.

આ પણ વાંચો : ફિલ્મ વિવાહ બાદ અભિનેત્રી અમૃતા રાવને આવી રહી હતી US અને Canada થી લગ્નની ઓફર

Tags :
Advertisement

.

×