પહેલા જ દિવસે અર્જુન કપૂરની ' લેડી કીલર ' જબ્બર ધોવાઈ, વેચાઈ ફક્ત 293 ટિકિટો
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ક્રાઈમ-થ્રિલર 'ધ લેડી કિલર' આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનું ટ્રેલર મેકર્સ દ્વારા તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. 'ધ લેડી કિલર'ના ટ્રેલરે દર્શકોને ઉત્સાહિત કર્યા હતા, પરંતુ ફિલ્મ થિયેટરમાં ભીડ ખેંચવામાં નિષ્ફળ રહી હતી.
#TheLadyKiller Day 1: 38K [293 tickets]
**When you release a half-backed movie just for the sake of release.
— Sacnilk Entertainment (@SacnilkEntmt) November 3, 2023
ફક્ત વેચાઈ 293 ટિકિટો
પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ, ફિલ્મે તેની રિલીઝના પ્રથમ દિવસે માત્ર 38000 રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે ખરેખર ચોંકાવનારું છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્ક દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ધ લેડી કિલર' તેની રિલીઝના પ્રથમ દિવસે સમગ્ર દેશમાં માત્ર 293 ટિકિટો વેચી માત્ર 38,000 રૂપિયા એકત્ર કર્યા હતા. આ ફિલ્મ 3 નવેમ્બરે દેશના મોટા શહેરોમાં માત્ર 12 શો સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
અધૂરી ફિલ્મ છે લેડી કીલર
એક અહેવાલ મુજબ, ફિલ્મ અધૂરી હતી પરંતુ નિર્માતાઓએ તેને થિયેટરોમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું કારણ કે તેમની પાસે OTT કોન્ટ્રાક્ટ છે, જેના કારણે તેઓને પ્રથમ થિયેટરમાં રિલીઝ કરવાની ફરજ પડી છે. અર્જુન કપૂર આગામી સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળે તેવી સંભાવનાઓ છે.