Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું Kim Kardashian એ કર્યું ભગવાનનું અપમાન?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે સમાપ્ત થઈ ગયા છે. અનંત અંબાણીના આ મોંઘેરા લગ્નની ચર્ચા આખા વિશ્વમાં થઈ હતી. લગ્નમાં વિદેશમાંથી ઘણા vvip મહેમાનો આવ્યા હતા. તેમાં હવે અનંત અંબાણીના લગ્નમાં આવેલી Kim Kardashian હવે વિવાદોમાં આવી છે....
શું kim kardashian એ કર્યું ભગવાનનું અપમાન
Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે સમાપ્ત થઈ ગયા છે. અનંત અંબાણીના આ મોંઘેરા લગ્નની ચર્ચા આખા વિશ્વમાં થઈ હતી. લગ્નમાં વિદેશમાંથી ઘણા vvip મહેમાનો આવ્યા હતા. તેમાં હવે અનંત અંબાણીના લગ્નમાં આવેલી Kim Kardashian હવે વિવાદોમાં આવી છે. Kim Kardashian એ તેની બહેન ખલો કાર્દશિયન સાથે હાજરી આપી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના 3

શું Kim Kardashian એ કર્યું ભગવાનનું અપમાન?

Advertisement

Kim Kardashian એ અંબાણીના લગ્નમાં તેના દેસી લુકથી લોકોને મંત્રમુઘ કરી દીધા હતા. આ સમય દરમિયાન Kim એ તેના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી હતી, જે હવે વિવાદમાં આવી છે. Kim Kardashian ની આ પોસ્ટના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. જોકે ટ્રોલ થયા બાદ કિમનો ફોટો ત્યાંથી હટાવી દેવામાં આવ્યો હતો. આ દાવો Reddit પોસ્ટ પર કરવામાં આવ્યો છે. નેટીઝન્સનું કહેવું છે કે કિમ કાર્દાશિયને તેના ફોટોશૂટ માટે ભગવાનનું અપમાન કર્યું છે.

Advertisement

ભગવાન ગણેશનો ફોટોશૂટમાં કર્યો ઉપયોગ

અનંત અંબાણીના લગ્નમાં કિમ કાર્દશિયને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી સફેદ સાડી પહેરી હતી. તેણે આ લુક સાથે હેવી નોઝ રિંગ પહેરી હતી, જેના વિશે ખૂબ ચર્ચા થઈ હતી. તેના બાદ Kim એ એક ફોટોશૂટ કરાવ્યો હતો. આ ફોટોશૂટ દરમિયાન તેને ભગવાન ગણેશની મૂર્તિનો ઉપયોગ કર્યો હતો. અભિનેત્રી મૂર્તિ પર પોતાના ચહેરા સાથે પોઝ આપતી જોવા મળી હતી. . તેની આ તસવીરો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે ભારે ટ્રોલિંગ જોઈને કિમ કાર્દાશિયને પોતાની પોસ્ટમાંથી તસવીર હટાવી દીધી હતી.

આ પણ વાંચો : ડ્રગ્સના રેકેટમાં ઝડપાયો Rakul Preet Singh નો ભાઈ, કાલે કોર્ટમાં કરાશે રજૂ

Tags :
Advertisement

.

×