Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રેણુકા સ્વામી હત્યા મામલે કન્નડ એક્ટર Darshan Thoogudeepa ની મુશ્કેલીઓ વધી, બેંગલુરુ પોલીસે કરી ધરપકડ...

કન્નડ અભિનેતા દર્શન (Darshan Thoogudeepa)ની બેંગલુરુ પોલીસે હત્યાના કેસમાં અટકાયત કરી છે. તે ચિત્રદુર્ગની રેણુકા સ્વામીની હત્યામાં કથિત રીતે સામેલ છે. રેણુકા સ્વામીએ અભિનેત્રી પવિત્રા ગૌડા વિરુદ્ધ કેટલીક અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હોવાના આહેવાલ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કામક્ષિપાલ્ય...
રેણુકા સ્વામી હત્યા મામલે કન્નડ એક્ટર darshan thoogudeepa ની મુશ્કેલીઓ વધી  બેંગલુરુ પોલીસે કરી ધરપકડ
Advertisement

કન્નડ અભિનેતા દર્શન (Darshan Thoogudeepa)ની બેંગલુરુ પોલીસે હત્યાના કેસમાં અટકાયત કરી છે. તે ચિત્રદુર્ગની રેણુકા સ્વામીની હત્યામાં કથિત રીતે સામેલ છે. રેણુકા સ્વામીએ અભિનેત્રી પવિત્રા ગૌડા વિરુદ્ધ કેટલીક અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હોવાના આહેવાલ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કામક્ષિપાલ્ય સ્ટેશનની હદમાં એક શેડમાં સ્વામીની હત્યા કરવામાં આવી હતી.

પોલીસ કસ્ટડીમાં દર્શન...

કન્નડ એક્ટર દર્શન (Darshan Thoogudeepa)ને લોકો ચેલેન્જિંગ સ્ટાર તરીકે પણ જાણે છે. મળતી માહિતી મુજબ, મૈસુરમાં પોલીસે દર્શન (Darshan Thoogudeepa)ની ધરપકડ કરી છે. દર્શન (Darshan Thoogudeepa)ની મૈસૂરમાં તેના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અભિનેતા દર્શન ચિત્રદુર્ગના રેણુકા સ્વામીની હત્યા કેસમાં આરોપી છે. આ કેસમાં અન્ય 10 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પછી કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

Advertisement

Advertisement

રેણુકા સ્વામીએ પવિત્રા ગૌડા વિરુદ્ધ ટિપ્પણી કરી હતી...

રેણુકા સ્વામીએ કથિત રીતે અશ્લીલ ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી અને અભિનેત્રી પવિત્રા ગૌડા વિશે સોશિયલ મીડિયા પર ઘણા અયોગ્ય સંદેશા મોકલ્યા હતા, જે દર્શન (Darshan Thoogudeepa)ની નજીક હતી. રેણુકા સ્વામીની પાછળથી મૈસુરના કામાક્ષી પાલ્યામાં એક શેડમાં હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા માનવામાં આવી રહી હતી. જો કે વધુ તપાસ બાદ આ હત્યાનો મામલો બહાર આવ્યો હતો. પોલીસે આ મામલે દર્શન (Darshan Thoogudeepa)ની અટકાયત કરી છે.

આ પણ વાંચો : Kalki 2898 AD Trailer: ફિલ્મ Kalki નું ટ્રેલર રિલીઝ, ટ્રેલર જોઈને તમારા હોશ ઉડી જશે

આ પણ વાંચો : Bollywood: અભિનેત્રી નૂર માલાબિકાએ કરી આત્મહત્યા, છેલ્લે કરી હતી આ પોસ્ટ

આ પણ વાંચો : Sonakshi Sinha: આ અભિનેતા સાથે ફરશે ફેરા,તારીખ આવી સામે

Tags :
Advertisement

.

×