Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક : સાવધાન, તમારા આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં, જાણો કેવી રીતે...

તહેવારોની સિઝન શરૂ થતા જ નકલી ખાદ્ય પદાર્થોનું મોટું સામ્રાજ્ય સામે આવી રહ્યું છે. અમદાવાદમાંથી છ લાખ કિલો નકલી ચીઝ તેમજ અલગ અલગ ખાદ્ય પદાર્થો પર કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી નમૂના ટેસ્ટિંગ માટે લીધા હતા ત્યારે આવનારા દિવસોમાં...
ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક   સાવધાન  તમારા આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં  જાણો કેવી રીતે
Advertisement

તહેવારોની સિઝન શરૂ થતા જ નકલી ખાદ્ય પદાર્થોનું મોટું સામ્રાજ્ય સામે આવી રહ્યું છે. અમદાવાદમાંથી છ લાખ કિલો નકલી ચીઝ તેમજ અલગ અલગ ખાદ્ય પદાર્થો પર કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી નમૂના ટેસ્ટિંગ માટે લીધા હતા ત્યારે આવનારા દિવસોમાં તેલમાં તળેલી વસ્તુઓનો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તેમ જ લોકોના જીવને કોઈ નુકસાન ન થાય તે માટે ગુજરાત ફર્સ્ટની ટીમે જ અમદાવાદમાં અલગ અલગ 20 થી વધુ વેપારીઓના ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં છ જગ્યાઓ ઉપર અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને પણ સાથે રાખી હતી. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરત સહિતના મહાનગરોમાં પણ રિયાલિટી ચેક કરાવાતા આ જ પરિસ્થિતી જોવા મળી હતી. તહેવારો સમયે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાનું જણાયું હતું.

Advertisement

ગુજરાત ફર્સ્ટની ટીમે દરોડા પાડ્યા

Advertisement

તમને જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને ગુજરાત ફર્સ્ટની ટીમે સમ્રાટ નમકીન, ગ્વાલિયા સ્વીટ્સ, રવિ ફ્રાયમ્સ જેવા મોટા ત્રણ નામની સાથે જ ત્રણ નાના આઉટલેટ પર પણ દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓ ઉપર તેલની ગુણવત્તા સારી જોવા મળી હતી ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે બીજા દિવસે એવું નક્કી કર્યું કે, મહાનગરપાલિકાની ટીમને સાથે રાખ્યા વગર જ અમારા સંવાદદાતા રીમા દોષીએ શહેરના 10 થી વધુ આઉટલેટ ઉપર જાતે જઈને ચેકિંગ હાથ ધાર્યું હતું.

તેલની ગુણવત્તા હલકી જોવા મળી

બીજા દિવસે જ અમારા સહયોગી રીમા દોષીએ એસ.જી હાઇવે ઉપર આવેલા મોટા મોટા બ્રાન્ડનું નામ ધરાવતા ગાંઠિયા વાડાના ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં સૌથી પહેલા અમે કર્ણાવતી ક્લબની બાજુમાં આવેલ જોકર ગાંઠિયાના ત્યાં ચેકિંગ કર્યું જ્યાં તેમના તેલની ગુણવત્તા હલકી જોવા મળી હતી. ટીપીસી મશીન નાખતાની સાથે જ પહેલા લાલ લાઈટ બ્લીંક થવા માંડી . ટીપીસી મશીનની સ્ક્રીન ઉપર અમારું ધ્યાન ગયું ત્યારે ખબર પડી કે, આ સીધા જ 28 થી 30 પોઇન્ટની વચ્ચે તેનું માર્ક રહેવા માંડ્યું ત્યારે જ મહત્વની વાત એ છે કે જોકર ગાંઠિયાની અમદાવાદ સહિત ગુજરાતમાં અલગ અલગ બ્રાન્ચ આવેલી છે અને લોકો શોખથી તેના ગાંઠિયા આરોગતા હોય છે ત્યારે આ પ્રમાણેનું રેટિંગ આવતા જ ગુજરાત ફર્સ્ટની ટીમે તેમને આ તેલ ઢોળવાનું સૂચન કર્યું અને તેમણે તાત્કાલિક આ ખરાબ તેલ ઢોળ્યું હતું.

મોટી બ્રાન્ડ ઉપર પણ અનેક સવાલો

ગુજરાત વર્ષની ટીમે બીજા દિવસે ગાંઠિયાનું બીજું સૌથી મોટું કહેવાતું નામ એટલે ઇસ્કોન ગાંઠિયાના ત્યાં ચેક કરવા અમારા સંવાદદાતા પહોંચ્યા ઇસ્કોન ગાંઠિયાનું થોડાક જ દિવસ અગાઉ વાયએમસી ક્લબ પાસે નવું આઉટલેટ ખુલ્યું છે ત્યાં અમે તપાસ કરવા પહોંચ્યા ત્યારે જોયું કે અહીંયા એક નહીં પરંતુ ચાર ગેસ ઉપર તેલના તાવડા ચડેલા છે. જેમાંના બે તાવડા પર એક બાદ એક ચેક કર્યું જેમાં પહેલા તવા પર 37 પોઇન્ટ આવ્યા તો બીજા તવા પર 28 આવ્યા. તો બીજા બે તવા ઉપર તેનું રિપોર્ટ સામાન્ય જોવા મળ્યું પરંતુ મહત્વની વાત એ છે કે. આ એક એવી મોટી બ્રાન્ડ છે કે જ્યાં જ્યારે પણ જુઓ ત્યારે દુકાનમાં 20 થી વધુ લોકો તો ગાંઠિયા ખાવા માટે હાજર જ હોય.છે. તેમ છતાં પણ લોકોના સુરક્ષા સાથે આ પ્રકારે છેડા કરતા આ મોટી મોટી બ્રાન્ડ ઉપર પણ અનેક સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે.

વિવિધ સ્થળે ટેસ્ટિગ

ઇસ્કોન ગાંઠીયા બાદ અમે આનંદ નગર રોડ તરફ વળ્યા જ્યાં અલગ અલગ દુકાનો આવેલી છે. જ્યાં અલગ અલગ પ્રકારની વાનગીઓ મળે છે. જેમાં અંબિકા દાળવડા વાળાના ત્યાં ચેક કર્યું તો તેનું રેટિંગ 27.5 આવ્યું પરંતુ મહત્વની વાત એ છે કે, આ સમગ્ર દુકાન માત્ર માણસોના ભરોસે ચાલતી હતી જેથી તેનું તેલ ફેંકાવી શકાયું ન હતું પરંતુ તેમને ચોક્કસ સૂચન કર્યું હતું કે આ તેલ વાપરવા યોગ્ય નથી. અંબિકા દાળવડાની સાથે સાથે જ તેની આસપાસમાં આવેલા ચંદુભાઈ ગાંઠીયાવાળા, જલારામ ખમણ, ગીતા સમોસા, ટી પોસ્ટ ના ત્યાં પણ અમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમનું રેટિંગ સામાન્ય આપ્યું હતું.

ખરાબ તેલ ઢોળાવ્યું

આ તમામ જગ્યાઓ બાદ અમે સાબરમતી વિસ્તારમાં આવેલ કિસ્સો બાગ પાસેના ભવ્ય ગાંઠિયાના ત્યાં રિયાલિટી ચેક કર્યું હતું. જ્યાં તેલનું રેટિંગ 21 જ આવ્યું હતું પરંતુ તેલની ગુણવત્તા ખૂબ જ ખરાબ જોવા મળી હતી તે ખૂબ જ કાળું થઈ ગયેલું હતું માટે ગુજરાત ફર્સ્ટની ટીમે તેમને કહ્યું કે, તમે આ તેલનો હવે ઉપયોગ કરશો નહીં માટે તેમણે તે તેલ ઢોળ્યું હતું અને નવું તેલ તેમણે તેમના તાવડામાં વાપરવા માટે લીધું હતું.

ટીપીસી મશીન મૂક્યું તેની સાથે જ 30 થી વધુનું રેટિંગ

તે બાદ અમદાવાદના ચાણક્યપુરી રોડ ઉપર આવેલું જોધપુર સ્થાન અને ફરસાણ હાઉસમાં પણ ગુજરાત ફર્સ્ટની ટીમ રિયાલિટી ચેક કર્યું હતું. રિયાલિટી ચેક દરમિયાન તેમના તેલના તાવડામાં જ્યારે ટીપીસી મશીન મૂક્યું તેની સાથે જ 30 થી વધુનું રેટિંગ બતાવતું હતું જે સરખું ચેક કરતા 27 થી 30 ની વચ્ચે જોવા મળ્યું હતું. 25 થી વધુ જો પોઈન્ટ જોવા મળે તો તે ખાવાને યોગ્ય હોતું નથી સાથે જ જો વેપારીઓ પામોલીન તેલનો ઉપયોગ કરતા હોય તો તે તેલમાં 15 જેટલી વખત તળી શકાય છે. તો સીંગતેલ અને કપાસિયા તેલમાં સાતથી આઠ કિલો તળી શકાય. પરંતુ પરિસ્થિતિ એ થાય છે કે, વેપારીઓ જૂનું તેલ કાઢતા નથી અને તે તાવડામાં જ નવું તેલ રેડિયો કરતા હોય છે જે પણ અનેક વખત લોકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો---VADODARA : પાદરા કરજણ રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક યુવકે ગુમાવ્યો જીવ

Tags :
Advertisement

.

×