Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દીપડાની આવક જાવન ને પગલે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ યાત્રિકોની સુરક્ષાને લઈને બંધ રખાયો

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર થી 3...
દીપડાની આવક જાવન ને પગલે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ યાત્રિકોની સુરક્ષાને લઈને બંધ રખાયો
Advertisement

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર થી 3 કિલોમીટર દૂર મા અંબા નું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે.

Advertisement

Advertisement

ગબ્બર પર્વતની ચારે બાજુ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી એકાઉન્ટ શક્તિપીઠ મંદિરો અને પરિક્રમા પથ બનાવવામાં આવેલ છે.આ પથ ઉપર 50 જેટલા મંદિરો બનાવવામાં આવ્યા છે, જે દેશના 51 શક્તિપીઠ તરીકે ઓળખાય છે. માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.ગબ્બર પર્વત પાસે દીપડાના આવન જાવન ના લીધે 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ રવિવારે બંધ રાખવામાં આવ્યો હતો.

છેલ્લા ચાર પાંચ દિવસથી ગબ્બર આસપાસના વિસ્તારમાં દીપડા જેવું જંગલી જાનવર ફરી રહ્યું હોવાના વિડીયો ફોટા સામે આવ્યા બાદ વન વિભાગ તરફથી સાંજના અને રાત્રિના સમયે આવા વિસ્તારમાં ન જવા સૂચન કરાયું છે. દીપડાની વાત વાયુ ભેગી ફેલાતા વન વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ગબ્બર તળેટી વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને દીપડાને પકડવા માટેનું પાંજરું પણ લાવ્યા હતા.

રવિવારના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા ગબ્બર ખાતે આવતા હોય છે.ગબ્બર વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવામાં આવ્યા હતા.ગબ્બર ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે, પરંતુ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ જંગલી જાનવર ના આગમનને લઈને રવિવારે સવારથી યાત્રિકોની સુરક્ષાને લઈને બંધ રાખવામાં આવ્યો છે.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અહીં સિક્યુરિટી ગાર્ડ પણ યાત્રિકોને પરિક્રમા માર્ગ પર જવા દેતા નથી.વન વિભાગ તરફથી જંગલી જાનવરની જાણકારી મેળવવામાં આવી.ગબ્બર પર્વત પાસે જંગલ મા રહેતા આદિવાસી પરિવાર ભય સાથે જીવી રહ્યા છે, આદિવાસી પરિવારે જણાવ્યું કે દીપડા જેવા જંગલી જાનવરે અમારા કુતરા અને બકરાનું મારણ કર્યું છે અને આ કારણે અમને ખૂબ ડર લાગી રહ્યો છે.આદિવાસી પરિવારના સભ્યો ઘરે નાના છોકરાઓની સુરક્ષા કરતુ જોવા મળ્યુ હતુ. આદિવાસી પરિવાર હાથમાં લાકડી લઈને છોકરાઓની સુરક્ષા કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×