Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગદર-2 બની હિન્દી સિનેમાની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર-2એ રિલીઝ થયાના 10 દિવસ પછી પણ પ્રેક્ષકોને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે. આ ફિલ્મ જોરદાર કલેક્શન કરી રહી છે. બીજી...
ગદર 2 બની હિન્દી સિનેમાની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
Advertisement

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર-2એ રિલીઝ થયાના 10 દિવસ પછી પણ પ્રેક્ષકોને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે. આ ફિલ્મ જોરદાર કલેક્શન કરી રહી છે. બીજી તરફ 'ગદર 2' સાથે રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર 'OMG 2' પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. આ સપ્તાહના અંતે બંને ફિલ્મોના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.. ચાલો જાણીએ કે 'ગદર 2' અને OMG 2 એ તેમની રિલીઝના 10મા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો છે.

'ગદર 2' એ તેની રિલીઝના 10મા દિવસે કેટલી કમાણી કરી ?

Advertisement

'ગદર 2' પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતી રહી છે. ફિલ્મમાં તારા અને સકીનાની જોડીને ફરી એકવાર મોટા પડદા પર જોઈને ચાહકો આનંદથી ઝૂમી રહ્યા છે અને આ સાથે જ ફિલ્મને સિનેમાઘરોમાં પણ જોરદાર દર્શકો મળી રહ્યા છે. આ વીકેન્ડમાં ફરી એકવાર ફિલ્મની કમાણીમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો. જ્યાં 'ગદર 2' એ શનિવારે 31.07 કરોડનો બિઝનેસ કર્યો હતો, ત્યાં હવે ફિલ્મ રિલીઝના 10મા દિવસે એટલે કે રવિવારે શરૂઆતના આંકડા પણ આવી ગયા છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'ગદર 2'એ તેની રિલીઝના 10માં દિવસે 41 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે. આ સાથે સની દેઓલ-અમિષા પટેલની ફિલ્મની કુલ કમાણી હવે 377.20 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Advertisement

'ગદર 2' એ આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા ?

'ગદર 2' એ 'બાહુબલી 2 - ધ કન્ક્લુઝન'નો ઓલ ટાઈમ રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે તેના બીજા રવિવારે 34.5 કરોડની કમાણી કરી હતી. આ સાથે 'ગદર 2'એ ઘણી ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. જેમાં સંજુ 342.53 કરોડ, PK 340.8 કરોડ અને ટાઇગર ઝિંદા હૈ 339.16 કરોડનો સમાવેશ થાય છે. આ સાથે 'ગદર 2' અત્યાર સુધીની 5મી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.

રિલીઝના 10મા દિવસે 'OMG 2' એ કેટલી કમાણી કરી ?

'ગદર 2'ના તોફાન સામે અક્ષય કુમારની 'OMG 2' પણ મક્કમ રીતે ઉભી છે અને તેની સાથે આ ફિલ્મ પણ ખૂબ કમાણી કરી રહી છે. આ સપ્તાહના અંતે પણ 'OMG 2'ની કમાણીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે આ શનિવારે 74.63 ટકાના ઉછાળા સાથે 10.53 કરોડનું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા.અને હવે ફિલ્મની રિલીઝના 10મા દિવસે રવિવારની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.સકનિલ્કના અહેવાલ મુજબ, અક્ષય કુમારની ફિલ્મે તેની રિલીઝના 10મા દિવસે એટલે કે રવિવારે 12.70 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે અક્ષયની ફિલ્મે 114.31 કરોડ રૂપિયાનું ગ્રાન્ડ કલેક્શન કર્યું છે.'OMG 2' માટે તેના બીજા રવિવારે ડબલ ડિજિટમાં સ્કોર મેળવવો અને તે પણ જ્યારે ગદર 2 'ગદર' તેની સામે જ ગદર મચાવી રહી છે ત્યારે તે એક મોટી સિદ્ધિ છે. આવનારા દિવસોમાં આ ફિલ્મ 150 કરોડના ક્લબમાં સરળતાથી એન્ટ્રી કરે તેવી આશા છે.

Tags :
Advertisement

.

×