સત્તા સંભાળતાજ ગોંડલ નગરપાલિકાના સત્તાધીશો એક્શનમાં, કહ્યું 48 કલાકમાં નગરજનોના પ્રાથમિક પ્રશ્નો હલ થશે
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ નગરપાલીકામાં સતારુઢ બનેલા નવા સુકાનીઓ પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા તથા કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ સત્તાનાં સુત્રો સંભાળતા જ નગર પાલીકાના કર્મચારીઓની મીટીંગ લઈ કચેરીમાં આવતાં નગરજનોનાં પ્રાથમિક પ્રશ્ર્નો ૪૮ કલાકમાં હલ કરવા તાકીદ કરી હતી.
પ્રજાનાં પ્રશ્નો હલ કરવામાં કચાશ દાખવાશે તો જેતે શાખા અધિકારી તથા કર્મચારીની જવાબદારી નક્કી કરી આકરાં પગલા લેવાશે તેવુ સ્પષ્ટ કરી દેવાયું. કેટલાક કોન્ટ્રાક્ટરો કામમાં બેદરકારી દાખવી નિયત સમય મર્યાદામાં કામ પુરુ નહી કરી ઘરની ધોરાજી ચલાવતા હોય છે.આવા કોન્ટ્રાક્ટરો નાં કોન્ટ્રાક્ટ રદ કરી દેવાશે તેવુ જણાવાયું હતુ.
કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે છેવાડાનાં વિસ્તારોમાં રોડના કામ સત્વરે શરુ કરાશે.. તેમણે કહ્યુ કે ગોંડલ ની હદમાં અનેક વિસ્તારો અને વસાહતો બની રહી છે.એક નવુ ગોંડલ આકાર લઈ રહ્યુ છે...ત્યારે રોડ રસ્તા, પાણી,લાઈટ અને ભુગર્ભની સુવિધાઓ સત્વરે મળતી થાય તે અમારી પ્રાથમિકતા હશે.
સંગ્રામસિંહજી હાઇસ્કુલ ના મેદાન ની પ્રમુખ મનીષભાઈ ચનિયારા,કાન્તાબેન સાટોડીયા અને રાજેન્દ્રસિંહ જાડેજાએ મુલાકાત લઈ મેદાનમાં યોજાઇ ગયેલા લોકમેળા બાદ હવે મેદાનને તત્કાલ ફરી ચોખ્ખુ ચણાક કરવા સુચના આપી હતી



